<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

માણસની જગ્યાએ યુધ્ધના મેદાનમાં રોબોટને ઉતારશે ઈરાન

આ નવા યોધ્ધાઓનું ચાલી રહયું છે પરીક્ષણ, યુધ્ધ અભ્યાસમાં કરાયા સામેલ

તહેરાન, તા.૨૩: ઈઝરાયેલ સાથે તંગદિલી વચ્ચે ઈરાનની સેનાએ યુધ્ધ મોરચા પર રોબોટીક સેના ઉતારવાનો નિર્ણય કર્યો છે. ઈરાની સેનાના એક સીનીયર અધિકારી અનુસાર, ઈરાની સેના લડાયક રોબોટનું પરીક્ષણ કરી રહી છે. તેના કેટલાયે મોડલ વિકસીત કરાઈ રહયા છે. સેનાએ બે મહિના પહેલા જ રોબોટ યોધ્ધાઓને યુધ્ધ અભ્યાસમાં સામેલ કરવાનું શરૂ કરી દીધું હતું.

ઈરાની અખબાર તેહરામ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સ્વાયત રોબોટની બલે લડાયક રોબોટ નિયંત્રીત વાહન છે. તેમાં આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રિયલ ટાઈમ ડેટા ઉપલબ્ધ કરાવે છે.

જો કે હજુ એ ખુલાસો નથી કરાયો કે વિકસીત કરાઈ રહેલા રોબોટ સૌનિકો કેવા પ્રકારના છે. સેનાના એક અધિકારીએ માત્ર એ જણાવ્યું કે પૂર્વોત્તર ઈરાનમાં ચાલી રહેલા યુધ્ધ અભ્યાસમાં તેને સામેલ કરાયા છે, જેમાં તેઓ પોતાની શકિત બતાવી રહયા છે.

માનવ યોધ્ધાઓની જેમ રોબોટ યોધ્ધાઓ યુધ્ધ મેદાનમાં દુશ્મનોને ઓળખવા અને તેના સ્થળોને ધ્વસ્ત કરવા સક્ષમ છે. તે કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં ઓપરેશનને અંજામ આપી શકે છે. ઘણાં વિસ્તારોમાં તે માનવ સૈનિકો કરતાં અનેક ગણી વધારે તાકાત લગાવી શકે છે કેમકે તેનું રક્ષા કવચ અત્યંત મજબૂત છે.

(4:33 PM IST)