News of Thursday, 23rd January 2025
શારદાપીઠ શંકરાચાર્યની ચેતવણી :‘‘સનાતન''ને વિધર્મીઓ કરતા નાસ્તિકોથી છે વધારે જોખમ
ધર્મનું બીજારોપણ કરવા શાળા કોલેજમાં ધર્મનું શિક્ષણ સામેલ કરવા માંગણી

પ્રયાગરાજઃ પ્રયાગરાજમાં આયોજીત મહાકુંભમાં લાખો શ્રધ્ધાળુની સાથે સાથે કેટલાયે સાધુ સંતો પણ આવેલા છે.આ અવસરે ગુજરાત સ્થિત શ્રી દ્વારકા શારદાપીઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ કહ્યું, ‘‘ સનાતનને વિદ્યાર્થીઓ કરતા વધારે જોખમ નાસ્તિકોથી છે.'' તેમણે કેન્દ્ર સરકારને પણ સલાહ આપી છે કે તે શાળા કોલેજોમાં ધર્મના શિક્ષણને સામેલ કરે.
શંકરાચાર્યએ કહ્યું કે યુવા પેઢીમાં સૌથી મોટી જરૂરિયાત એ છે કે તેમનામાં ધર્મનું બીજા રોપણ કરવામાં આવે.આ એક પડકારરૂપ કામ છે. તેના માટે ભારત સરકારે શાળાઓના પાઠયક્રમમાં ધર્મના શિક્ષણને સામેલ કરવું જોઇએ જેથી બાળકોને નાનપણથી જ ધર્મનું જ્ઞાન મળી શકે.
તેમણે કહ્યું કે યુવા પેઢીને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ આપવું આપણાં બધાનું કર્તવ્ય છે. જો આપણે યુવાઓને ધર્મની સાચી સમજણ અને આસ્થા પ્રદાન કરી શકીએ તો તેઓ પોતાના જીવનમાં ફેરફાર લાવી શકીશું ધર્મ માત્ર પૂજા-પાઠ સુધી જ સીમિત નથી, તે જીવનના દરેક પહેલુમાં આદર્શ અને મૂલ્યો પ્રદાન કરતો અમૂલ્ય વારસો છે. જેને આપણે જાળવવાનો છે અને ભાવિ પેઢીને સોંપવાનો છે. શંકરાચાર્યએ કહ્યું, ‘‘ આપણા શાષાોમાં વૃક્ષ અને પર્યાવરણની સુરક્ષા બાબતે રૂષિ-મુનિઓએ ઉલ્લેખ કર્યો જ હતો. વૃક્ષોનું સંરક્ષણ અને પર્યાવરણની રક્ષા કરવી એ પણ આપણો ધર્મ છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
