News of Thursday, 23rd January 2025
૩ લાખ કરોડનું રોકાણ... ૩ લાખ નોકરીઓ... અનંત અંબાણી અને ફડણવીસે કરી ડીલ
દાવોસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે એક મોટો કરાર

નવી દિલ્હી, તા.૨૩: મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ મહારાષ્ટ્રમાં ૩.૦૫ લાખ કરોડ રૂપિયાનું મોટું રોકાણ કરવા જઈ રહી છે. આ મોટા સોદા માટેના એમઓયુ પર રિલાયન્સના એક્ઝિકયુટિવ ડિરેક્ટર અનંત અંબાણી અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ૨૦૨૫ દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ સોદા અંગેની માહિતી શેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ રોકાણ નવી ઉર્જાથી ટેલિકોમ ક્ષેત્ર સુધી કરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રાજ્યમાં કરવામાં આવનાર રૂ. ૩.૦૫ લાખ કરોડનું આ રોકાણ નવી ઉર્જા અને છૂટક વેચાણ સહિત અન્ય ક્ષેત્રોમાં કરવામાં આવશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેને એક ઐતિહાસિક રોકાણ ગણાવ્યું છે જે રાજ્યમાં વિકાસને પ્રોત્સાહન આપશે. સીએમઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે, અનંત અંબાણીના નેતળત્વ હેઠળના મંત્રીમંડળ અને આરઆઈએલએ દાવોસમાં આ મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ રોકાણ દ્વારા નવી ઉર્જા, છૂટક વેચાણ, આતિથ્ય ઉદ્યોગ સહિત ઉત્પાદન ક્ષેત્રોમાં ૩,૦૦,૦૦૦ થી વધુ રોજગારની તકો ઉભી થશે. આ સોદા અંગે સીએમ ફડણવીસે જણાવ્યું હતું કે રિલાયન્સનું આ રોકાણ પેટ્રોકેમિકલ્સ, પોલિએસ્ટર, બાયો-એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન કેમિકલ્સ, ઔદ્યોગિક ક્ષેત્રની વળદ્ધિ, ડેટા સેન્ટર્સ, ટેલિકોમ અને રિયલ એસ્ટેટ સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં કરવામાં આવશે.
મહારાષ્ટ્રમાં આ મોટા રોકાણ માટે થયેલા કરાર વિશે વાત કરતા, મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ આ એમઓયુ પછી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર સરકારનો આભાર માન્યો અને કહ્યું, ઁઆ મારા અને રિલાયન્સ માટે ખૂબ ગર્વની વાત છે. આ એક એવી ક્ષણ છે જ્યારે અમે મહારાષ્ટ્ર સરકાર સાથે આ કરાર પર હસ્તાક્ષર કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે રિલાયન્સ હંમેશા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતળત્વ હેઠળ ઁનવા ભારતઁના વિચાર પ્રત્યે પ્રતિબદ્ધ રહ્યું છે.
અનંત અંબાણીએ મહારાષ્ટ્રને ભારતની ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં પ્રવેશ બિંદુ બનાવવાના સીએમ દેવેન્દ્ર ફડણવીસના વિઝનની પ્રશંસા કરી અને કહ્યું કે હું સીએમના નેતળત્વથી પ્રેરિત છું, જેમને હું ૧૦ વર્ષથી વ્યક્તિગત રીતે ઓળખું છું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિકયુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના સૌથી મોટા બિઝનેસ ગ્રુપ તરીકે, અમે દેશભરમાં ફેલાયેલા છીએ, જે એક મહાન રાષ્ટ્રના નિર્માણ માટેની અમારી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ સંદર્ભમાં, ૩.૦૫ લાખ કરોડ રૂપિયાનો અમારો કરાર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
(5:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
