<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

બહેન સામે જોતો પણ નહીં, ન માનતાં પ્રેમીનું ગળું કાપીને પ્રાઈવેટ પાર્ટના કર્યા ટુકડાં

મારી બહેન સામે જોયુ તો જીવતો નહીં મુકું, યુવાને તેની બહેનના પ્રેમીને ધમકી આપી હતી જેને તેણે સાચી પડી અને બહેનના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો હતો : યુપીના પિલિભીતમાં એક ખૌફનાક મર્ડરનો બનાવ સામે આવ્‍યો

પીલીભીત, તા.૨૪: ઉત્તર પ્રદેશના પીલીભીતના બિસલપુરમાં ૨૮ વર્ષીય યુવકની પ્રેમ પ્રકરણમાં કથિત રીતે હત્‍યા કરવામાં આવી હતી. તેનું ગળું કપાયેલી હાલતમા અને પ્રાઈવેટ પાર્ટ ક્ષત-વિક્ષત અવસ્‍થામાં મળી આીવ્‍યો હતો. એક નહેર પાસે યુવાનની ડેડબોડી બાંધીને ફેંકી દેવાઈ હતી જે પોલીસને મળી હતી. પોલીસે જણાવ્‍યું કે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોસ્‍ટમોર્ટમમાં પુષ્ટિ થઈ કે મુઝમ્‍મિલનું ગળું કાપીને હત્‍યા કરવામાં આવી હતી. મળતકના પિતાએ કહ્‍યું કે પુત્ર મોબાઈલ ટાવર કંપનીમાં કામ કરતો હતો અને મંગળવારે સવારે ઘરેથી નીકળ્‍યો હતો પરંતુ તે કયારેય પાછો આવ્‍યો ન હતો.

બિસલપુર પોલીસના ઈન્‍સ્‍પેક્‍ટર (ક્રાઈમ) વિનોદ કુમાર શર્માએ ખુલાસો કર્યો, ‘‘અરહાન અને ગુડ્ડુએ નામના બે આરોપીઓએ હત્‍યાની કબૂલાત કરી છે. મુઝમ્‍મિલને કથિત રીતે અરહાનના પરિવારની એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હતો, જેના કારણે તેમની વચ્‍ચે અગાઉ ઝગડો થયો હતો. આરોપીએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્‍યું કે મળતકને તેની બહેન સાથે પ્રેમ સંબંધ હતો અને તેને ઘણી વખત તેને મળવા ન દેવાની ચેતવણી આપ્‍યા બાદ પણ તેણે સાંભળ્‍યું નહીં જેના કારણે તેને મારી નાખવાની ફરજ પડી હતી.

પોલીસે આ કેસમાં ૨ આરોપીઓની ધરપકડ કરી છે. બન્‍નેએ હત્‍યાની કબૂલાત કરી લીધી છે.

(10:31 AM IST)