News of Friday, 24th January 2025
ભિક્ષા આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પ્રથમ FIR નોંધાઈ :ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લાગુ
વાહનમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ ભિખારીઓને ભિક્ષા આપી: આરોપી કારમાં સવાર હતો

મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં જિલ્લા પ્રશાસને આદેશ જારી કર્યા હતા કે 1 જાન્યુઆરી, 2025 પછી શહેરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. સાથે જો કોઇ વ્યક્તિ ભિખારીને ભિક્ષા આપતો જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ આદેશ પર હવે અમલવારી પણ કરવામાં આવી છે કારણ કે ભીખ માંગવા બદલ પોલીસે પ્રથમ FIR નોંધી છે.
ઇન્દોર શહેરના ભંવરકુઆન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભિક્ષા આપનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પ્રથમ FIR નોંધવામાં આવી છે. ફરિયાદીએ પોતાનું નામ ફૂલસિંહ જણાવ્યું હતું. ફૂલ સિંહે પોલીસને જણાવ્યું કે વાહનમાં મુસાફરી કરી રહેલા વ્યક્તિએ ભિખારીઓને ભિક્ષા આપી હતી. તેમણે મોબાઈલ પર પોલીસને જાણ કરી. ત્યારબાદ ફરિયાદ મુજબ, આરોપી કારમાં સવાર હતો, જે ભિખારીઓને ભિક્ષા આપતો હતો. જેથી કલેકટરના આદેશનું સદંતર ઉલ્લંઘન છે. વાહન નંબર ઉપરાંત ફરિયાદીએ સમય પણ આપ્યો છે. આરોપીનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેના પર કલેકટરે નોંધ લીધી છે.
જિલ્લા પ્રશાસને ઈન્દોરને ભિખારી મુક્ત શહેર બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે, જે અંતર્ગત કડક આદેશ જારી કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર આશિષ સિંહે કહ્યું હતું કે 1 જાન્યુઆરી 2025 પછી જો કોઈ વ્યક્તિ ભિખારીને ભિક્ષા આપતો જોવા મળશે તો તેની સામે FIR નોંધવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રે 31 ડિસેમ્બર 2024 સુધી ભીખ માંગવા સામે જાગૃતિ અભિયાન પણ શરૂ કર્યું હતું, જેથી લોકો સમજે અને આદેશનું પાલન કરે.
ઈન્દોર ભારતનું સૌથી સ્વચ્છ શહેર માનવામાં આવે છે, જેને છેલ્લી વખત સ્વચ્છતાના મામલે નંબર 1 રેન્કિંગ મળ્યું હતું. આ પછી ઈન્દોરે હવે પોતાને ભિખારી મુક્ત બનાવવાની દિશામાં એક પગલું ભર્યું છે. લોકોને પણ સહયોગ માટે અપીલ કરવામાં આવી છે. ઝુંબેશ ચલાવીને લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા કે તેઓએ કોઈને ભિક્ષા ન આપવી જોઈએ. આ શહેરને વધુ સુંદર તો બનાવશે જ પરંતુ તેને ભિખારીઓથી પણ મુક્ત કરશે. આ અભિયાનને મોટા સામાજિક પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
