News of Friday, 24th January 2025
હિન્દી ફિલ્મ અનુજાની ઓસ્કારમાં એન્ટ્રી
બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આ ફિલ્મનાં એકઝીકયુટીવ પ્રોડયુસર છેઃ આ ફિલ્મમાં ૯ વર્ષની દિકરીની વાર્તા

મુંબઇ તા.૨૪: ઓસ્કાર ફિલ્મ જગતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ એવોર્ડ તરીકે ઓળખાય છે. આ વર્ષના નામાંકન જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ૨૦૨૫માં ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ફિલ્મો અને કલાકારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે નોમિનેશન ભારત માટે પણ થોડું રસપ્રદ રહ્યું છે. હા, હિન્દી ભાષાની અનુજાનું નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. ચાલો ઓસ્કર ૨૦૨૫ નોમિનેશનની જાહેરાતની સંપૂર્ણ સૂચિ જોઈએ.
ઓસ્કોરની જાહેરાત બાદ હિન્દી ભાષાની ફિલ્મ અનુજા (Anuja Oscar Entry 2025) ચર્ચામાં આવી ગઈ છે. આ ફિલ્મને લાઈવ એક્શન શોર્ટ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ઘણાં ઓછા લોકો જાણે છે કે બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આ ફિલ્મની એક્ઝિકયુટિવ પ્રોડ્યુસર છે. એડમ ડી ગ્રેવ્સ દ્વારા નિર્દેશિત અનુજા ફિલ્મ, અનુજા નામની ૯ વર્ષની છોકરીની વાર્તા કહે છે. તમને જણાવી દઈએ કે તેણે પોતાના જીવનમાં એક મોટો નિર્ણય લેવાનો છે, જેની સીધી અસર તેના ભવિષ્ય અને પરિવાર પર પડશે.
બેસ્ટ એક્ટર લીડિંગ રોલના નોમિનેશન
* એડ્રિયન બ્રોડી - ધ બ્રુટાલિસ્ટ
* ટીમોથી ચાલમેટ - અ કમ્પ્લીટ અનનોન
* કોલમેન ડોમિંગો- સિંગ સિંગ
* રાલ્ફ ફિઅનેસ- કોન્ક્લેવ
* સેબેસ્ટિયન સ્ટેન - ધ એપ્રેન્ટિસ
બેસ્ટ એકટ્રેસ લીડિંગ રોલના નોમિનેશન
* સિન્થિયા એરિવો - વિકેડ
* કાર્લા સોફા ગેસ્કોન- એમિલિયા પેરેઝ
* મિકી મેડિસન- અનોરા
* ડેમી મૂર - ધ સબ્સટાંસ
* ફર્નાન્ડા ટોરેસ- આઈ એમ સ્ટિલ હિયર
બેસ્ટ ડાયરેક્ટરના નોમિનેશન
* શોન બેકર - અનોરા
* બ્રેડી કોર્બેટ - ધ બ્રુટાલિસ્ટ
* જેમ્સ મેન્ગોલ્ડ - અ કમ્પ્લીટ અનનોન
* જેક્સ ઓડિઆર્ડ- એમિલિયા પેરેઝ
* Coralie Fargeat - ધ સબ્સટાંસ
બેસ્ટ પિક્ચરના નોમિનેશન
* અનોરા
* ધ બ્રૂટલિસ્ટ
* અ કમ્પ્લીટ અનનોન
* કોન્ક્લેવ
* ડ્યુનઃ પાર્ટ ૨
* એમિલિયા પેરેઝ
* આઈ એમ સ્ટિલ હિયર
* નિકેલ બોયઝ
* ધ સબ્સટાંસ
* વિકેડ
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
