<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

નાણાંકિય વર્ષ ૨૪માં જીડીપીમાં ખાનગી રોકાણ ૮ વર્ષના ઉચ્‍ચ સ્‍તરેઃ એસબીઆઇ રિપોર્ટ

નવી દિલ્‍હીઃ ભારતમાં ખાનગી રોકાણ નાણાંકિય વર્ષ ૨૪માં નીડીપીની ટકાવારી તરીકે ૮ વર્ષના તેના સર્વોચ્‍ચ સ્‍તરે પહોંચવાનું નકકી હોવાનું સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયાના રિપોર્ટમાં જણાવાયું છે.

અહેવાલમાં ખાનગી કોર્પોરેટ રોકાણોમાં મજબૂત પુનરૂત્‍થાન પર પ્રકાશ પાડવામાં આવ્‍યો છે, જેમાં નાણાંકીય વર્ષ ૨૪માં જીડીપીમાં ખાનગી રોકાણ ૧૨.૫ ટકાની નજીક રહેવાનો અંદાજ છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે જીડીપીની ટકાવારી તરીકે ખાનગી કોર્પોરેટનું રોકાણ ૧૧.૯ ટકાએ પહોંચ્‍યું હતું જે નાણાંકિય વર્ષ ૧૬ થી અત્‍યાર સુધીમાં સૌથી વધારે છે. નાણાંકિય વર્ષ ૨૪ના આંકડાઓ ફેબ્રુઆરીના અંતમાં જાહેર થવાના છે. જે નાણાંકિય વર્ષ ૨૪માં જીડીપીના ૧૨.૫ટકાની નજીક  ખાનગી રોકાણો દર્શાવે તેવી શકયતા છે.

રિપોર્ટમાં વધુમાં કહેવાયું છે કે નાણાંકીય વર્ષ ૨૩માં જીડીપીના હિસ્‍સા તરીકે ખાનગી કોર્પોરેટ રોકાણ ૧૧.૯ ટકા હતું જે નાણાંકીય વર્ષ ૧૬ પછી સૌથી વધુ હતું. સરકારી રોકાણો પણ નોંધપાત્ર સીમાચિન્‍હ પર પહોંચી ગયા છે, જે નાણાંકીય વર્ષ ૨૩માં જીડીપીના  ૪.૧ ટકા હતા અને નાણાંકીય વર્ષ ૧૨ પછી વધુ હતા.

રિપોર્ટમાં ભારતીય કંપનીઓના ,પ્રેસ બ્‍લોકમાં વૃધ્‍ધીને પણ પ્રકાશિત કરાઇ છે. લગભગ ૪૫૦૦ લીસ્‍ટેડ એન્‍ટીટીઓ સામૂહિક રીતે માર્ચ ૨૦૨૪ સુધીમાં તેમના ગ્રોસ બ્‍લોકને વધારીને ૧૦૬.૫ લાખ કરોડ કર્યો, જે માર્ચ ૨૦૨૦માં ૭૩.૯૪ લાખ કરોડ રૂપિયા હતો. જે છેલ્લા પાંચ વર્ષમાં વાર્ષિક રૂપિયા ૮ લાખ કરોડથી વધારેનો વધારો દર્શાવે છે.

(3:55 PM IST)