News of Friday, 24th January 2025
વકફ સંશોધન બિલ પર જેપીસીની બેઠકમાં તડાફડી : ૧૦ વિપક્ષ સાંસદોને કરાયા સસ્પેન્ડ
સત્તા પક્ષ-વિપક્ષ વચ્ચે જીભાજોડી : આરોપોના ચાલ્યા તીર

નવી દિલ્હી, તા.૨૪: લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં અનુસાર વક્ફ (સુધારા) બિલ ૨૦૨૪ પર સંયુક્ત સંસદીય સમિતિએ (JPC) આજે દિલ્હીમાં ૧૧:૦૦ વાગ્યે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વક્ફ સુધારા બિલ પર JPCની બેઠકમાં હોબાળો થયો છે. આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યું. અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત ૧૦ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, ‘અમારી વાત નથી સાંભળવામાં આવતી.'
આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યું. ત્યારબાદ જેપીસી પ્રમુખ જગદંબિકા પાલ દ્વારા વિપક્ષના અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત ૧૦ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, અમારી વાત નથી સાંભળવામાં આવતી.ઁ જો કે આ પહેલા પણ આ બેઠકમાં વિવાદો થયા છે. વકફ પર જેપીસીની આ બેઠક બે દિવસ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસી રિપોર્ટ ૨૭ કે ૨૮ જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે.
ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. TMC, DMK, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને થ્ભ્ઘ્માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બેઠકમાં હોબાળા બાદ તમામ ૧૦ વિપક્ષી સાંસદોને વક્ફ સુધારા બિલ ૨૦૨૪ પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક, ઈમરાન મસૂદનો સમાવેશ થાય છે.
વક્ફ સુધારા બિલ ૨૦૨૪ પર સંસદ સંકુલમાં યોજાયેલી જેપીસીની બેઠક પર કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, બેઠકમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ ચાલી રહયું છે. અધ્યક્ષ આ બેઠકને આગળ લઈ રહયા છે અને તેઓ કોઈનું સાંભળી રહયા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે ૨૪ અને ૨૫ જાન્યુઆરીએ બેઠક યોજાશે. હવે આજની મીટીંગનો એજન્ડા બદલી નાખવામાં આવ્યો છે.
(4:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
