<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

ભિખારીઓને ભિખ આપવા બદલ ઈન્‍દોરમાં FIR નોંધાઈ : દોષિત ઠરશે તો જેલની સજા થશે

ઇન્‍દોર, તા.૨૫: મધ્‍ય પ્રદેશના ઈન્‍દોરમાં ભિખારીને ભિક્ષા આપવાના આરોપમાં અજાણ્‍યા શખ્‍સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. આ કિસ્‍સો ભિખારી મુક્‍ત શહેર બનાવવાના પ્રયાસનો ભાગ છે.

ખંડવા રોડ પર એક રોડ પર એક મંદિર સામે બેઠેલી એક મહિલા ભિખારીને ભિક્ષા આપવાના આરોપમાં એક અજાણ્‍યા વ્‍યક્‍તિ વિરુદ્ધ ભારતીય ન્‍યાય સંહિતાની કલમ ૨૨૩ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી છે.

ભંવરકુઆ પોલીસ સ્‍ટેશને ભિક્ષાવળત્તિ ઉન્‍મૂલન દળના એક અધિકારીની ફરિયાદ પર અજાણ્‍યા વ્‍યક્‍તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીએનએસ ધારા ૨૨૩ અંતર્ગત દોષિતને એક વર્ષની સેજાની સજા અથવા ૫૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

 અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ઈન્‍દોરને દેશનું પ્રથમ ભિખારી મુક્‍ત શહેર બનાવવાનો ટાર્ગેટ ધરાવનારા પ્રશાસને ભિખારીઓને ભિક્ષા માગવા, તેમને ભિક્ષા આપવા અને તેમની પાસેથી કોઈ સામાન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમણે જણાવ્‍યું કે, આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનારા પર ફરિયાદ નોંધવાની જોગવાઈ પણ આપેલી છે.

જિલ્લા પ્રશાસનના અધિકારીઓએ જણાવ્‍યું કે, પ્રશાસને ભિક્ષા માગનારા લોકોની સૂચના આપનારાઓને ૧૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી છે અને અત્‍યાર સુધીમાં કેટલાય લોકોને આ પ્રકારને સૂચના આપવા બદલ ઈનામ પણ મળી ચૂકયા છે.

આપને જણાવી દઈએ કે, કેન્‍દ્રીય સામાજિક ન્‍યાય અને અધિકારિતા મંત્રાલયે દેશભરમાં ૧૦ શહેરોને ભિખારી મુક્‍ત બનાવવા માટે પાયલટ પ્રોજેક્‍ટ શરૂ કર્યો છે, જેમાં ઈન્‍દોર પણ સામેલ છે.

 

(10:27 AM IST)