News of Saturday, 25th January 2025
૧૫૦૦ સૈનિક, ટેન્ક અને હેલિકોપ્ટર... યુદ્ધ નહીં ઘૂસણખોરી રોકવા ટ્રમ્પની મેક્સિકો સરહદે કિલ્લેબંધી

વોશીંગ્ટન, તા.૨૫: ગેરકાયદેસર ઘૂસણખોરીને રોકવા માટે અમેરિકાએ મેક્સિકો સાથેની દક્ષિણ સરહદ પર ૧૫૦૦ સૈનિકો તૈનાત કર્યા છે. તેમાં ૫૦૦ મરીન કોર્પ્સની સાથે ૧૦૦૦ સૈનિકો સામેલ છે. વ્હાઇટ હાઉસે ટ્વિટર પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં અમેરિકન ટેન્ક, હેલિકોપ્ટર અને સેનાના જવાનો સરહદ પર પહોંચતા જોઈ શકાય છે.
આ સાથે X પોસ્ટમાં લખ્યું છે કે, યુએસ મરીન કોર્પ્સ સરહદે અમેરિકાની સુરક્ષાના મિશનમાં સીબીપી (કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન) ની મદદ કરી રહયા છે અને ખાસ એ કે વાયદો કર્યો અને વાયદો પૂર્ણ થયો.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે ૨૨ જાન્યુઆરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એક્ઝિકયુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યાના ૩૬ કલાકની અંદર ૫૦૦ મરીન કોર્પ્સ અને ૧૦૦૦ સૈનિકોને દક્ષિણ સરહદ પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શપથ ગ્રહણ પછીના પહેલા સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે મેક્સિકો સાથેની સરહદ પર ઈમરજન્સી જાહેર કરી હતી. તેમણે તાત્કાલિક સરહદ પર સેના મોકલવાનો આદેશ જારી કર્યો હતો.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
