તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
મુંબઈ હુમલાના દોષિત તહવ્વુર રાણાને ભારત લવાશે :હાલમાં લોસ એન્જલસના જેલમાં બંધ
તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણને રોકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી : લાંબી કાનૂની લડાઈમાં રાણા પાસે આ છેલ્લી કાનૂની તક હતી. હવે રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો

મુંબઈમાં 9/11 ના આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવશે. અમેરિકન સુપ્રીમ કોર્ટે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. તહવ્વુર રાણાએ પ્રત્યાર્પણને રોકવા અરજી કરી હતી જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
તહવ્વુર રાણા નીચલી અદાલતો અને અનેક ફેડરલ અદાલતોમાં પ્રત્યાર્પણ રોકવાની માંગ કરી હતી. જો કે તેમને કોર્ટે રાહત આપી ન હતી. આ પછી તેણે 13 નવેમ્બરના રોજ યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી. તહવ્વુર રાણાના વકીલે યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તેઓ તેમને ભારત પ્રત્યાર્પણ કરવાના નીચલી કોર્ટના નિર્ણયની સમીક્ષા કરે. પરંતુ સુપ્રીમ કોર્ટે આજે પોતાના નિર્ણયમાં તેમની દલીલને ફગાવી દીધી. લાંબી કાનૂની લડાઈમાં રાણા પાસે આ છેલ્લી કાનૂની તક હતી. હવે રાણાને ભારત લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક છે. ભારત લાંબા સમયથી તેના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. તે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના સંબંધમાં વોન્ટેડ છે. તહવ્વુર રાણા હાલમાં લોસ એન્જલસ જેલમાં છે. તેના પર મુંબઈ હુમલાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. એવું માનવામાં આવે છે કે તે પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો છે, જે 26/11 ના મુંબઈ હુમલાના મુખ્ય માસ્ટરમાઈન્ડમાંનો એક છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
