<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

કાશ્મીર સુધી ટ્રેનનું સપનું પૂરું :કટરાથી બડગામ સુધી પહોંચી વંદે ભારત

મુસાફરોને ટ્રેનમાં હીટર,આરામદાયક બેઠકો,ચાર્જિંગ પોઈન્ટ વગેરે સહિત ઘણી આધુનિક સુવિધાઓ :જાણો ફ્લાઈટ કરતા કેટલી સસ્તી છે ટિકિટ, ભાડામાં કેટલો તફાવત

કાશ્મીર સુધી ટ્રેનનું સપનું પૂરું થયું છે. આજે કટરાથી બડગામ સુધી વંદે ભારત કોઈ અવરોધ વગર પહોંચતા ભારતીય રેલવેમાં નવો કીર્તિમાન રચી દીધો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેનનું સપનું સાકાર થયું છે. હવે ટૂંક સમયમાં PM મોદી કાશ્મીર સુધી ટ્રેનના રુટ માટે લીલી ઝંડી દેખાડી શકે છે.

હવે વાત કાશ્મીર સુધી જતી વંદે ભારત ટ્રેન અને વિમાનની ટીકિટ વચ્ચે કિંમતને લઈ કેટલો તફાવત છે.

 

શ્રી માતા વૈષ્ણોદેવી કટરાથી શ્રીનગર સુધી ત્રણ ટ્રેનો દોડશે (કાશ્મીર માટે ટ્રેનો).બે સુપરફાસ્ટ અને એક વંદે ભારત. આવી સ્થિતિમાં કાશ્મીર જતી ટ્રેનમાં ત્રણ શ્રેણીઓ હશે, એસી ફર્સ્ટ ક્લાસ, એસી 2 ટાયર અને એસી 3 ટાયર. જોકે હજુ સુધી તે સ્પષ્ટ નથી. પરંતુ અહીંથી તેમનું ભાડું 2 હજારથી 3 હજાર સુધી હોઈ શકે છે.

આરામદાયક અનુભૂતિ સુનિશ્ચિત કરવા માટે મુસાફરોને ટ્રેનમાં હીટર,આરામદાયક બેઠકો,ચાર્જિંગ પોઈન્ટ વગેરે સહિત ઘણી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.દિલ્હીથી કાશ્મીર જતી વંદે ભારત યાત્રામાં ઘણા સ્ટોપેજ હશે. તેમાં અંબાલા કેન્ટ, લુધિયાણા, જમ્મુ તાવી અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરાનો સમાવેશ થશે.જ્યારે ટ્રેન કાશ્મીર સુધી દોડશે ત્યારે મુસાફરોએ કટરા સ્ટેશનથી ટ્રાન્સશિપમેન્ટ પણ કરાવવું પડશે.

દિલ્હીથી કાશ્મીરની ફ્લાઇટ ટિકિટ સામાન્ય રીતે પાંચ હજાર રૂપિયાથી શરૂ થાય છે. જો આપણે આજની તારીખ મુજબ જોઈએ તો સ્પાઇસ જેટની ટિકિટની કિંમત આશરે રૂપિયા 6619 છે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ટિકિટની કિંમત રૂપિયા 10,963 છે.એર ઇન્ડિયાની ટિકિટની કિંમત લગભગ 11 હજાર રૂપિયા છે. ઇન્ડિગો ટિકિટની કિંમત લગભગ 13 હજાર રૂપિયા છે. જોકે સમય પ્રમાણે ટિકિટના ભાવમાં ફેરફાર હોય છે.

દિલ્હીથી કાશ્મીરનું અંતર આશરે 800 કિલોમીટર છે. વંદે ભારતથી વૈષ્ણોદેવી કટરા પહોંચવામાં 8 કલાક લાગે છે. હવે, કાશ્મીર પહોંચવામાં બે કલાક વધારાના લાગશે.

(7:15 PM IST)