<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

NEET UG પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર, વૈકલ્પિક પ્રશ્નો કરાયા દૂર:સમય મર્યાદા પણ ઘટાડી

અત્યાર સુધી NEET UG ના વિદ્યાર્થીઓને 200 માંથી 180 પ્રશ્નો ઉકેલવાના હતા, પરંતુ હવે 200 ને બદલે માત્ર 180 પ્રશ્નો પૂછવામાં આવશે. તમામ 180 પ્રશ્નો ફરજિયાત રહેશે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ NEET UGની પરીક્ષા પેટર્નમાં મોટો ફેરફાર કર્યો છે. NTA એ જાહેરાત કરી છે કે હવે પ્રશ્નપત્રની પેટર્ન અને NEET UG પરીક્ષાનો સમયગાળો કોવિડ રોગચાળા પહેલા જેવો જ રહેશે. હવે કોઈ સેક્શન B રહેશે નહીં. COVID-19 રોગચાળા દરમિયાન NEET UG પેપરમાં ઉમેરવામાં આવેલા વિકલ્પ પ્રશ્નો હવે દૂર કરવામાં આવ્યા છે. હવે NEET પરીક્ષામાં કુલ 180 પ્રશ્નો (ભૌતિક અને રસાયણશાસ્ત્રમાં 45-45 પ્રશ્નો અને જીવવિજ્ઞાનમાં 90 પ્રશ્નો) ફરજિયાત રહેશે. આ ઉપરાંત પરીક્ષાની સમય મર્યાદા પણ ઘટાડીને 3 કલાક કરવામાં આવી છે. અગાઉ સમય 3 કલાક 20 મિનિટ (200 મિનિટ) હતો.

આ સંદર્ભમાં NTA દ્વારા જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "તમામ NEET UG 2025 ઉમેદવારોને જાણ કરવામાં આવે છે કે પ્રશ્નપત્રની પેટર્ન અને પરીક્ષાનો સમયગાળો કોવિડ પહેલાની પેટર્ન પર પાછો ફરશે. હવે કોઈ વિભાગ B રહેશે નહીં. હવે કુલ 180 પ્રશ્નો (ભૌતિક અને રસાયણશાસ્ત્રમાં પ્રત્યેક 45 પ્રશ્નો અને જીવવિજ્ઞાનમાં 90 પ્રશ્નો) જ હશે જે ફરજિયાત હશે. જે 180 મિનિટમાં ઉકેલવાના રહેશે. અને વધારાનો સમય કાઢી નાખવામાં આવશે.

મુખ્ય ફેરફારો આ મુજબ છે
1. અત્યાર સુધી વિદ્યાર્થીઓને 200માંથી 180 પ્રશ્નો ઉકેલવાના હતા, પરંતુ હવે 200ના બદલે 180 પ્રશ્નો જ પૂછાશે. તમામ 180 પ્રશ્નો ફરજિયાત રહેશે. વૈકલ્પિક પ્રશ્નોની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. કોવિડ દરમિયાન વૈકલ્પિક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેને હવે દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2. 180 પ્રશ્નો માટે 3 કલાકનો સમય મળશે. અગાઉ 3 કલાક 20 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પેપર પહેલાની જેમ 720 માર્કસનું હશે.
3.

(7:21 PM IST)