<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

આપણું બંધારણ, ધર્મ, જાત, ક્ષેત્ર ભાષાથી પર રહીને દરેક ભારતીયનું સુરક્ષા કવર છે: રાહુલ ગાંધી

નવી દિલ્‍હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે આપણા મહાન સ્વાતંત્રતા સેનાનીઓના ન્યાય, સ્વાધીનતા, સમાનતા અને ભાઈચારાના સિદ્ધાંતો પર આધારિત આપણું બંધારણ ભારતીય ગણતંત્રનું ગૌરવ છે જે ધર્મ, જાત, ક્ષેત્ર, ભાષાથી હટીને દરેક ભારતીય માટે સુરક્ષા કવચ સમાન છે. બંધારણનું સન્માન અને સુરક્ષા કરવી આપણા બધાની ફરજ છે. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન

(12:10 PM IST)