<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

શેરબજારમાં દેશની ટોપ-૧૦ કંપનીઓમાંથી ૬ નું માર્કેટ કેપ વધ્‍યુઃ રિલાયન્‍સને થયું સૌથી વધુ નુકશાન

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન રૂ. 74,969.35 કરોડ ઘટીને રૂ. 16,85,998.34 કરોડ થયુઃ ઇન્‍ફોસીસની મુડી રૂ. ર૪,૯૩૪.૩૮ કરોડ વધી

મુંબઈ : બજેટના લગભગ એક સપ્તાહ પહેલા દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થયું છે. શેરબજારમાં કંપનીના શેરમાં ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાંથી લગભગ 75 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ LIC અને SBIના માર્કેટ કેપમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

દેશની બીજી સૌથી મોટી ધિરાણ આપનાર ICICI બેંકના માર્કેટ કેપમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગયા સપ્તાહે દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ચારની સંયુક્ત માર્કેટ મૂડીમાં રૂ. 1,25,397.45 કરોડનો ઘટાડો થયો હતો. બીજી તરફ દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6ના માર્કેટ કેપમાં વધારો થયો છે. આ કંપનીઓના માર્કેટ કેપમાં સંયુક્ત રીતે રૂ. 58,554.88 કરોડનો વધારો થયો છે.

દેશની સૌથી મોટી આઈટી કંપનીઓમાં સામેલ ઈન્ફોસિસના માર્કેટ કેપમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. TCS, HDFC બેંક, એરટેલ, IT અને HULના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે. ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 428.87 પોઈન્ટ અથવા 0.55 ટકા અને નિફ્ટી 111 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટ્યો હતો.

(1:47 PM IST)