<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

મહાકુંભ મેળાના કિલા ઘાટ પાસે હોડી પલટીઃ NDRF એ 10 લોકોને બચાવ્‍યા

બોટમાં ૮ ભકતો બિહારના અને બે ભકતો ઇન્‍દોરના હતાઃ મોટી દુર્ઘટના ટળી

પ્રયાગરાજઃ   મહાકુંભ મેળા વિસ્તારમાં કિલા ઘાટ પર NDRF જવાનોની સુઝબુઝને કારણે શનિવારે એક મોટી દુર્ઘટના ટળી ગઈ. યમુના નદીના કિલા ઘાટ પાસે ૧૦ શ્રદ્ધાળુઓને લઈ જતી એક હોડી નિયંત્રણ ગુમાવી અને પલટી ગઈ.

NDRFના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મનોજ કુમાર શર્માએ જણાવ્યું હતું કે આજે સવારે લગભગ ૧૧:૩૦ વાગ્યે, કિલા ઘાટ નજીક ૧૦ શ્રદ્ધાળુઓને લઈ જતી એક હોડી અચાનક નિયંત્રણ બહાર થઈ ગઈ અને ડૂબવા લાગી અને હોડીમાં સવાર લોકો બૂમો પાડવા લાગ્યા. તેમણે કહ્યું કે ઘટનાસ્થળે પાણીમાં પેટ્રોલિંગ કરી રહેલા NDRF બચાવ કર્મચારીઓએ તરત જ પાણીમાં કૂદી પડ્યા અને તમામ 10 શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લીધા. બોટમાં આઠ ભક્તો બિહારથી અને બે ભક્તો ઇન્દોરથી મહાકુંભ મેળામાં આવ્યા હતા.

(1:48 PM IST)