<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

CBSE બોર્ડ 2025 માટે ધોરણ 10 અને 12ના એડમિટ કાર્ડ હવે ઉપલબ્ધઃ તો ચાલો જાણીએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની પદ્ધતિ અને મહત્વપૂર્ણ સમયપત્રક વિશે માહિતી

CBSE બોર્ડએ 2025ની ધોરણ 10 અને 12 માટેના એડમિટ કાર્ડ ગત શુક્રવારના રોજ જાહેર કરી દીધા છે

નવી દિલ્‍હીઃ આપણે બધા જાણીએ છીએ કે, ફેબ્રુઆરી-માર્ચ 2025માં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા યોજાનાર છે. બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓને અનેક પ્રશ્નોની સાથે-સાથે ચિંતા અને તણાવ પણ રહેતો હોય છે. તો CBSE બોર્ડએ 2025ની ધોરણ 10 અને 12 માટેના એડમિટ કાર્ડ શુક્રવારના રોજ જાહેર કરી દીધા છે. વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે એડમિટ કાર્ડ પર પરીક્ષાની તમામ માહિતી આપવામાં આવશે.

જેમણે ધોરણ 10 અને 12ની પરીક્ષામાં ભાગ લેવાનો છે, તેમને તેમના સંબંધિત શાળાઓમાંથી એડમિટ કાર્ડ મળી જશે. આ વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. એડમિટ કાર્ડમાં વિદ્યાર્થીઓની નામ, રોલ નંબર, પરીક્ષા કેન્દ્રનું સરનામું, પરીક્ષાની તારીખ અને સમયની તમામ વિગતો આપવામાં આવશે.

પરીક્ષાનું સમયપત્રક 2025

  • ધોરણ 10ની પરીક્ષા: 15 ફેબ્રુઆરી 2025 થી 18 માર્ચ 2025 સુધી.
  • ધોરણ 12ની પરીક્ષા: 15 ફેબ્રુઆરી 2025 થી 4 એપ્રિલ 2025 સુધી.

 

CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જાઓ. "CBSE એડમિટ કાર્ડ 2025 ધોરણ 10 અને 12" લિંક પર ક્લિક કરો. પછી, તમારો રોલ નંબર અને જન્મ તારીખ વગેરે માહિતી દાખલ કરો. તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર જોવા મળશે અને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ કડાવો.

વિદ્યાર્થીઓને સુચન આપવામાં આવી છે કે એડમિટ કાર્ડમાં દર્શાવેલી માહિતી ધ્યાનથી વાંચો. જો કોઈ ભૂલ હોય, તો તેમને તરત જ શાળા સત્તાવાળાઓ પાસેથી સુધારણા કરવા માટે અપીલ કરવી જોઈએ. જો ભૂલ સુધારવામાં ન આવે, તો તે CBSEના માર્કશીટ પર પણ દેખાઈ શકે છે.

(2:51 PM IST)