<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th January 2025

સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ ની તારીખ ૧૦ જાન્‍યુઆરી થી લંબાવી ૮ ફેબ્રુઆરી કરાઇ

- બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www. cbse. gov. in પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છોઃ 15 ફેબ્રુઆરી સુધી સ્કૂલોએ આવેલી અરજીઓને વેરીફાય કરવાની રહેશે

નવી દિલ્‍હીઃ  CBSEમાં સ્કોલરશીપ માટે અને રિન્યુઅલ માટે પહેલા 10 જાન્યુઆરી 2025 અંતિમ તારીખ હતી જેને આગળ વધારવામાં આવી છે. CBSEના ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર આ યોજનામાં અરજી કરવાની નવી છેલ્લી તારીખ 8 ફેબ્રુઆરી 2025 છે. કન્યાઓ હવે 8 ફેબ્રુઆરી 2025 સુધી આ યોજના માટે ફોરમ ભરી શકે છે. આ ઉપરાંત 15 ફેબ્રુઆરી સુધી સ્કૂલોએ આવેલી અરજીઓને વેરીફાય કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અરજી ના કરી હોય તેમની પાસે 8 ફેબ્રુઆરી સુધીનો સમય છે. આ માટે તમે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ www. cbse. gov. in પર જઈને રજીસ્ટ્રેશન કરવી શકે છે.

બોર્ડે સ્કોલરશીપ રજીસ્ટ્રેશન સાથે રિન્યુઅલની અંતિમ તારીખ પણ વધારી છે. પહેલા આ તારીખ 10 જાન્યુઆરી 2025 હતી હવે વિદ્યાર્થિનીઓ 8 ફેબ્રુઆરી સુધી એપ્લાય કરી શકે છે. આ પ્રોગ્રામમાં માત્ર એ જ વિદ્યાર્થી અરજી કરી શકે છે જેમણે 10 માં ધોરણમાં 60% કે તેથી વધુ માર્ક મેળવ્યા હોય. આ માટે તે સીબીએસઇ સંલગ્ન કોઈપણ સ્કૂલમાં ભણી શકે છે. આ ઉપરાંત સિંગલ ચાઇલ્ડ દીકરી હોવું એ પણ આ યોજનાની જરૂરી શરત છે. ખાસ વાત તો એ છે કે NRI પણ આ યોજના માટે અરજી કરી શકે છે જો કે એના માટે બોર્ડે અમુક શરતો મૂકી છે જેનો અમલ કરવો જરૂરી છે.

સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશીપ x 2024 યોજના એ એકમાત્ર કન્યા સંતાન માટે છે જેમણે 2024 માં સીબીએસઇથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હોય અને ધોરણ 11 માં આવી હોય. સાથે જ જે વિદ્યાર્થિનીઓએ વર્ષ 2023માં સ્કોલરશીપ મેળવી હોય તે પણ અરજી કરી શકે છે.

(3:13 PM IST)