News of Sunday, 26th January 2025
સુદાનના ડાર્ફુરમાં હોસ્પિટલ પર હુમલો:70ના મોત
WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ આંકડો રજૂ કર્યો

સુદાનના અલ ફાશર શહેરમાં એક હોસ્પિટલ પર થયેલા હુમલામાં 70 લોકોના મોત થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાએ આ જાણકારી આપી. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા આ આંકડો રજૂ કર્યો છે.
WHO ચીફ ગેબ્રેયેસસે લખ્યું, 'સુદાનના અલ ફશરમાં સાઉદી હોસ્પિટલ પર થયેલા ભયાનક હુમલામાં 19 દર્દીઓ ઘાયલ થયા અને 70 લોકોના મોત થયા.' તેમણે કહ્યું કે હુમલા સમયે હોસ્પિટલમાં દર્દીઓની ભીડ હતી. તેણે હુમલો કોણે કર્યો તે જણાવ્યું ન હતું, પરંતુ સ્થાનિક અધિકારીઓએ બળવાખોર રેપિડ સપોર્ટ ફોર્સ (RSF)ને જવાબદાર ઠેરવ્યા હતા. RSFએ હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. કેટલાક ઘાયલોની હાલત હજુ પણ નાજુક છે જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે.
દક્ષિણ સુદાનના નાગરિકો સામે ચાલી રહેલી હિંસા સંબંધિત સુદાનમાં કેટલાક વીડિયો સામે આવ્યા છે. આ અંગે દક્ષિણ સુદાનના અધિકારીઓએ દૂરસંચાર વિભાગને 30 દિવસ માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. નેશનલ કોમ્યુનિકેશન ઓથોરિટી દ્વારા ટેલિકોમ કંપનીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. આ મુજબ ગુરુવારે મધરાતથી અસ્થાયી પ્રતિબંધ અમલમાં આવ્યો છે. આને 90 દિવસ સુધી લંબાવી શકાય છે. નિર્દેશમાં ભાર મૂકવામાં આવ્યો છે કે જાહેર સુરક્ષા માટે આ પગલું જરૂરી છે. ગેઝિરા રાજ્યમાં સ્થાનિક લડવૈયાઓ દ્વારા દક્ષિણ સુદાનના લોકોની હત્યાના વીડિયો ફૂટેજ સામે આવ્યા બાદ દક્ષિણ સુદાનના લોકોમાં ગુસ્સો છે. સુદાનના વેપારીઓની દુકાનો લૂંટી લેવાયા બાદ રાતોરાત ફાટી નીકળેલી પ્રતિક્રિયાત્મક હિંસા બાદ દક્ષિણ સુદાનના સત્તાવાળાઓએ સાંજથી સવાર સુધી કર્ફ્યુ લાદી દીધો હતો.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
