News of Monday, 27th January 2025
વૃંદાવનના બાંકે બિહારી મંદિરને એફસીઆરએ લાઇસન્સ મળ્યું ; હવે વિદેશી ભક્તો ખુલ્લા હાથે દાન આપી શકશે
બાંકે બિહારી મંદિરની સાથે-સાથે ઉત્તર પ્રદેશના ત્રણ અન્ય બિન સંગઠનોને ગૃહ મંત્રાલય વ્દારા એફસીઆરએ લાયસન્સ અપાયું

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના વૃંદાવન ખાતે બાંકે બિહારી મંદિરમાં હવે વિદેશી ભક્તો ખુલ્લા હાથે દાન આપી શકશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બાંકે બિહારી મંદિરને વિદેશી અંશદાન (વીનીયમન) અધિનિયમ એટલે કે, એફસીઆરએ હેઠળ લાયસન્સ પ્રદાન કર્યું છે, જેથી તેઓ વિદેશથી ધન પ્રાપ્ત કરી શકશે. મંદિરની વ્યવસ્થા હાલ એક અદાલત કરી રહી છે, જેણે એક વ્યવસ્થા સમિતિ રચી છે. આ મંદિરને એફસીઆરએ, ૨૦૧૦ આપવામાં આવ્યું છે. હાલ વ્યવસ્થા સમિતિએ એફસીઆરએ લાયસન્સને માટે અરજી કરી હતી.
આ મંદિરની વ્યવસ્થા પહેલા પૂજારીઓનો એક પરિવાર કરતો હતો, અને તે ખાનગી વ્યવસ્થા હસ્તક હતું. ગૃહ મંત્રાલયે યોગ્ય આવેદન અને અદાલતની મંજૂરી પછી એફસીઆરએ હેઠળ વિદેશી ધન પ્રાપ્ત કરવાનું લાયસન્સ આપવામાં આવ્યું છે. આવેદન અનુસાર, મંદિરને પોતાના ખજાનામાં ખૂબ વિદેશી મુદ્રા પ્રાપ્ત થઈ અને તે વિદેશથી દાન સ્વીકાર કરવાને માટે ઈચ્છુક છે. કાયદ અનુસાર, વિદેશી દાન પ્રાપ્ત કરવાવાળા તમામ બિનસરકારી સંગઠનોને એફસીઆરએ હેઠળ નોંધણી કરાવવાની રહેતી હોય છે. બાંકે બિહારી મંદિરની સાથે-સાથે ઉત્તર પ્રદેશના ત્રણ અન્ય બિન સંગઠનોને ગૃહ મંત્રાલય વ્દારા એફસીઆરએ લાયસન્સ મળ્યું છે. સંસ્કૃતિ અને શિક્ષણ, સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં કામ કરવાવાળા અન્ય ત્રણ બિનસરકારી સંગઠનોમાં નેશનલ યૂથ ફાઉન્ડેશન, એસોસિએશન ફોર ધ પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેસ અને ધ ગૈલેક્સી એજ્યુકેશનલ એન્ડ સોશલ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ સામેલ છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
