<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th January 2025

મેડિકલ વિજ્ઞાનમાં નવો ચમત્કાર:મહિલામાં ભૂંડની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ: બે મહિના બાદ પણ મહિલા જીવિત

આ મહિલા છેલ્લા 2 દશકાથી ડાયાલીસીસ પર હતી :લાઈફ સેવિંગ ઓર્ગન મેળવવા વાળી અમેરિકાની 5મી વ્યક્તિ બની.

અમેરિકાના રાજ્ય અલ્બામામાં એક મહિલામાં ભુંડના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યા બાદ તે સૌથી વધારે દિવસો સુધી જીવતી રહેવા વાળી વ્યક્તિ બની ગઈ છે. તેમણે આ જબરદસ્ત અચિવમેન્ટ 2 મહિનાની લિમિટ પાર કરવામાં સફળતા મળી . આ મેડિકલ સાયન્સમાં એક મોટી સફળતા છે. જેનેટિકલી મોડીફાઇડ ભૂંડ ઓર્ગન સાથે જીવતી રહેવા વાળી આ મહિલાએ બધાને સ્તબ્ધ કરી દીધા છે. તે પોતાને 'સુપરવુમન' કહે છે, આ રીતનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ભવિષ્ય માટે આશા જન્માવે છે. તેનો યૂનિક કેસ લાઈફ સેવિંગ ઇનોવેશનની શક્યતાને એક નવી દિશા આપી છે

  આ કહાની છે ટોવાના લૂનીની કે જેને ભૂંડ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ 28 જાન્યુઆરી 2025એ 61 દિવસ પૂરા કરી લીધા. આ મહિલા છેલ્લા 2 દશકાથી ડાયાલીસીસ પર હતી. તેના જીવનમાં એક નવો મોડ ત્યારે આવ્યો જ્યારે તે લાઈફ સેવિંગ ઓર્ગન મેળવવા વાળી અમેરિકાની 5મી વ્યક્તિ બની

ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના લીડ ડૉક્ટર રોબર્ટ મોન્ટગોમરીએ કહ્યું કે 'લૂની કહે છે કે તે પોતાની રિકવરીથી ખૂબ ખુશ છે, તેની કિડની ફંકશન સંપૂર્ણ પણે નોર્મલ છે.' ડોક્ટરને આશા છે કે  લૂનીમો નવી કિડની વર્ષો સુધી કામ કરશે, જેનાથી અંગ પ્રત્યારોપણ રાહ જોઈ રહેલા લોકો માં એક નવી આશા જન્મ લેશે.

અમેરિકામાં પહેલેથી જ 1 લાખથી વધારે લોકો મેચિંગ ઓર્ગનની વેટિંગ લિસ્ટમાં છે અને તેમાંથી મોટાભાગના લોકોનું મોત થઈ જતું હોય છે. એટલા માટે ભૂંડને જેનેટિકલી મોડીફાઇડ કરવામાં વે છે જેથી તેમના ઓર્ગન હ્યુમન બાયોલોજી સાથે યોગ્ય રીતે મળી શકે. આનાથી પ્રત્યારોપણની તેમની સંભાવનામાં સુધારો થવો જોઈએ, જેનાથી આ ટ્રાન્સપ્લાન્ટ મેડિસિનમાં કે ક્રાંતિકારીક શોધ બની જાય કારણ કે આ અંગો માટે એક 'રિન્યુએબલ સોર્સ' માનવમાં આવશે.  

ટોવાના લૂનીની સફળતાએ જેનોટ્રાન્સપ્લાન્ટેશનની ફિલ્ડને પ્રોત્સાહન આપ્યું છે, એટલે ઓર્ગનનું પ્રત્યારોપણ કરીને માનવ જીવનને બચાવી શકાય છે. સંશોધકો ભવિષ્યના અભ્યાસો ડિઝાઇન કરવામાં લૂનીના કેસમાંથી શીખે છે, અને લૂનીની સફળતા વૈજ્ઞાનિકોને ભૂંડના અંગ પ્રત્યારોપણના ઔપચારિક પરીક્ષણો માટે તૈયારી કરવાની મંજૂરી આપી રહી છે, જે ટૂંક સમયમાં શરૂ થવી જોઈએ

(2:05 PM IST)