તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 29th January 2025
કુંભ મેળામાં અગાઉ પ વખત સર્જાઇ ચૂકી છે અફરાતફરીની ઘટના
આઝાદી બાદ ૧૯પ૪, ૧૯૮૬, ર૦૦૩, ર૦૧૦ અને ર૦૧૩ માં બનાવ બન્યા છે

પ્રયાગરાજ તા. ર૯ :.. મહાકુંભમાં ગઈકાલ મોડી રાત્રે નાસભાગ થઈ હતી. જેમાં અનેક લોકો કચડાયા હતાં.
કુંભના મેળામાં નાસભાગ, અફરાતફરીના બનવો અગાઉ અનેક વખત બની ચૂકયા છે. જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા છે.
૧૯૫૪: આઝાદી બાદ પ્રથમ વખત ૧૯૫૪માં પ્રયાગરાજ ખાતે કુંભ મેળાનું આયોજન થયું હતું. તે દરમિયાન ૩ ફેબ્રુઆરી, ૧૯૫૪માં પ્રયાગરાજમાં મૌની અમાસના પાવન અવસરે પવિત્ર તાાન કરવા ઉમટી પડેલા શ્રદ્ધાળુઓમાં નાસભાગ મચી હતી. જેમાં આશરે ૮૦૦ લોકો નદીમાં ડૂબી તથા કચડાઈને મળત્યુ પામ્યા હતા.
૧૯૮૬: આ વર્ષે કુંભ મેળો હરિદ્વારમાં યોજાયો હતો. તે દરમિયાન ૧૪ એપ્રિલ, ૧૯૮૬ના રોજ મેળામાં યુપીના પૂર્વ મુખ્યમંત્રી વીર બહાદુર સિંહ અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને સાંસદો સાથે હરિદ્વાર પહોંચ્યા હતા. જેથી શ્રદ્ધાળુઓને તટ પર જતાં અટકાવતાં ભીડ બેકાબૂ થઈ હતી અને નાસભાગ મચી હતી. જેમાં ૨૦૦ લોકોના મોત થયા હતા.
૨૦૦૩, ૧૯૮૬ની નાસભાગની ઘટના બાદ લાંબા સમય સુધી કુંભ મેળાનું સફળતાપૂર્વક આયોજન થતું રહ્યું. ક્રાઉડ મેનેજમેન્ટમાં ઘણો સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ૨૦૦૩માં નાસિક કુંભમાં ફરી આ પ્રકારની દુર્ઘટના બની હતી. જેમાં અચાનક નાસભાગ થતાં ૩૯ તીર્થયાત્રીઓએ જીવ ગુમાવ્યા હતા. ૧૦૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
૨૦૧૦ : હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં ૧૪ એપ્રિલ, ૨૦૧૦ના રોજ શાહી તાાનમાં સાધુઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી હતી. જેમાં સાત લોકોના મોત થયા હતા અને ૧૫ લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. સાધુઓ અને શ્રદ્ધાળુઓ વચ્ચે બોલાચાલી થતાં નાસભાગ મચી હતી.૨૦૧૩ : પ્રયાગરાજ કુંભમાં મેળામાં નહીં પરંતુ અલ્હાબાદ રેલવે સ્ટેશન પર નાસભાગની ઘટના બની હતી. જેમાં ૪૨ લોકોના મોત થયા હતા. અલ્હાબાદ રેલવે સ્ટેશન પર એક ફૂટબ્રિજ પર રેલિંગ પડતાં નાસભાગ મચી હતી. ભારે ભીડને નિયંત્રિત કરવા રેલવે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે નાસભાગ મચી હતી. જેમાં ૨૯ મહિલાઓ, ૧૨ પુરુષ, અને એક આઠ વર્ષની બાળકી મળત્યુ પામી હતી. ૪૫થી વધુ લોકો ઘાયલ પણ થયા હતા.૨૦૨૫ : હાલ પ્રયાગરાજમાં ૧૪૪ વર્ષ બાદ આવેલા મહાકુંભમાં ગઈકાલે અચાનક નાસભાગ મચી હતી. જેમાં ૧૦ લોકોના મળત્યુની આશંકા છે. આ દુર્ઘટના બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરી છે કે, તમે જ્યાં છો, ત્યાં જ ઘાટ પર તાાન કરો. સંગમ ઘાટ પર જવાનો આગ્રહ રાખશો નહીં. તમે ઙ્કશાસનના નિર્દેશોનું પાલન કરો, અને વ્યવસ્થા જાળવી રાખો. હાલ, સંગમના તમામ ઘાટ પર શાંતિપૂર્વક તાાન થઈ રહ્યું છે. અફવાઓ પર ધ્યાન ન આપો.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
