News of Wednesday, 29th January 2025
મહાકુંભમાં ભીડને નિયંત્રણમાં રાખવામાં રેલવે વ્યસ્ત: 300થી વધુ ટ્રેનોના સમયપત્રકમાં થયો ફેરફાર: જાણો સંપૂર્ણ અપડેટ
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં લોકોની ભારે ભીડ ઉમટી જેના કારણે નાસભાગ મચી:હવે હવે રેલ્વેએ ભીડ વ્યવસ્થાપન માટે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કર્યો

નવી દિલ્હી. મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે ભીડ વ્યવસ્થાપન માટે વધારાની સાવચેતી રાખી રહી છે. આ માટે વ્યૂહાત્મક રીતે ટ્રેનોના સમયપત્રકમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે
દેશના વિવિધ રૂટ પરથી પ્રયાગરાજ તરફ જતી લગભગ બે ડઝન નિયમિત ટ્રેનો રદ કરવામાં આવી છે. તેના બદલામાં વધુ ટૂંકા અંતરની ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. રેલવે દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પ્રયાગરાજમાં ભીડ ઓછી અથવા સ્થિર નહીં થાય ત્યાં સુધી આ સમયપત્રક ચાલુ રહેશે.
રેલવે બોર્ડમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (માહિતી અને પ્રચાર) દિલીપ કુમારે જણાવ્યું હતું કે રેલવેનો સમગ્ર ભાર હાલમાં કુંભ સ્થળ પરથી ભીડને દૂર કરવા પર છે. આ માટે મૌની અમાવસ્યાના દિવસે 360 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે
જ્યાં સુધી ભીડ ઓછી ન થાય ત્યાં સુધી આ ટ્રેનો સ્કીમ હેઠળ ચલાવવામાં આવશે. આ યોજના હેઠળ, વિવિધ રૂટ પરથી પ્રયાગરાજ જતી નિયમિત ટ્રેનોને આગામી બે-ત્રણ દિવસ માટે સ્થગિત કરીને 170 થી વધુ ટૂંકા અંતરની ટ્રેનો ચલાવવામાં આવી છે.
આ તમામ ટ્રેનો અનરિઝર્વ્ડ છે, જેથી વધુમાં વધુ ભક્તો મુસાફરી કરી શકે. રેલ્વે મંત્રાલય સ્થિત વોર રૂમમાંથી તમામ ટ્રેનો પર નજર રાખવામાં આવી રહી છે. પ્રયાગરાજ તરફ જતી નિયમિત ટ્રેનો રદ કરવા અંગે તેમણે કહ્યું કે નિયમિત ટ્રેનોના સંચાલનને કારણે પ્લેટફોર્મ પર અન્ય ટ્રેનોની અવરજવર બંધ થઈ જશે. તેથી, લાંબા અંતરની ટ્રેનોને રોકવાનો અને ટૂંકા રૂટની ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી વધુ ટ્રીપ કરી શકાય અને વધુ લોકોનું સ્થળાંતર કરી શકાય. ખાલી ટ્રેનો પણ પ્રયાગરાજ વિસ્તારમાં મોકલવામાં આવી રહી છે.
કુંભમાં દુર્ઘટનાની જાણકારી મળતા જ વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર ઘણી વખત વાત કરી હતી. પ્રથમ કલાકમાં તેમણે ત્રણ વખત ફોન કરીને માહિતી લીધી અને સૂચનો પણ આપ્યા. તેમણે એક્સ પર એક પોસ્ટ લખીને અસરગ્રસ્ત ભક્તો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
