News of Thursday, 30th January 2025
અમદાવાદ સહીત દેશમાં ૪ સ્થળોએ પરમાણુ ઘડિયાળ લગાવી
પરમાણુ ઘડિયાળ એ એક એવું ઉપકરણ છે, જે કંપનનો ઉપયોગ કરીને સમયે માપે છે. તેનાથી ચોક્કસ સમય મપાય છે.

નવીદિલ્હી: દેશના ચાર શહેરો (૧) અમદાવાદ (૨) બેંગલુરુ (૩) ભુવનેશ્વર અને (૪) ગુવાહાટીમાં પરમાણુ ઘડિયાળ સ્થાપિત થઈ ચૂકી છે. ટૂંક સમયમાં નાવીકને ફરીદાબાદના રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા સાથે જોડવામાં આવશે. તેનાથી એનપીએલ નો સમય મળશે અને તેને ઑપ્ટિક ફાઇબર લિંકના માધ્યમથી આ ચાર અન્ય કેન્દ્રો સુધી મોકલવામાં આવશે. તેનો હેતુ ભારતનો પોતાનો ચોક્કસ સમય (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) નેટવર્ક સ્થાપિત કરવાનો છે. હાલ દેશમાં ભારતીય માનક સમય (ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ) છે, પરંતુ વાસ્તવિક સમયે જીપીએસ સૈટેલાઈટથી નિર્ધારિત છે. ટાઈમ ડિસ્સેમિશન પ્રોજેક્ટથી ઘડિયાળને ફરીદાબાદના સમય સાથે મેળ ખાવાને માટે સમાયોજિત કરવામાં આવશે. પરમાણુ ઘડિયાળ એ એક એવું ઉપકરણ છે, જે કંપનનો ઉપયોગ કરીને સમયે માપે છે. તેનાથી ચોક્કસ સમય મપાય છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
