News of Thursday, 30th January 2025
મુંબઈના એરપોર્ટનું ટર્મિનલ ૧ ત્રણ વર્ષ માટે કરાશે બંધ
રિનોવેશન થવાનું હોઇ : મુસાફરોને ટર્મિનલ ૨ અને નવા બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ કરવાનું સૂચન

મુંબઇ, તા.૩૦: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ ના ટર્મિનલ ૧ને ટર્ન વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનું રિનોવેશન કરવાનું હોઈ આ નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.
શા માટે રીનોવેશનની જરૂર ઊભી થઈ?
વધુને વધુ મુસાફરોને આવરી શકાય તે હેતુ સાથે આ એરપોર્ટના ટર્મિનલ ૧નો પુનઃવિકાસ કરવામાં આવશે. આ કામમાં ત્રણ વર્ષનો સમય લાગવાનો હોવાથી તેટલા સમયગાળા માટે તે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તે સમયગાળા દરમિયાન મુસાફરોને ટર્મિનલ ૨ અને નવા બનેલા નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે મુંબઈ એરપોર્ટ ના વર્તમાન ટર્મિનલ ૧માં ૧A, ૧B અને ૧C નામના ત્રણ ડીપાર્ટમેન્ટ આવેલા છે. આ બધા ડીપાર્ટમેન્ટ જુદા જુદા વર્ષે નિર્માણ કરવામાં આવ્યા છે. ટર્મિનલ ૧A ૧૯૯૨માં તો ટર્મિનલ ૧C ૨૦૧૦માં તૈયાર કરવામાં આવ્યું હતું. તેની પહેલા બાંધવામાં આવેલા ટર્મિનલ 1bમાં ઓગસ્ટ ૨૦૧૭ના વર્ષમાં તપાસ કરવામાં આવી ત્યારે ઘણી મિસ્ટેક દેખાઈ આવી હતી.
આ જ વર્ષે આ નૂતનીકરણનું કામ શરૂ થવાનું છે. નવીનીકરણ બાદ તેની ક્ષમતામાં ૪૨ ટકાનો વધારો થશે. અધિકારીઓ એવું અનુમાન લગાવી રહયા છે કે એરપોર્ટની આ ક્ષમતા ૨૦૨૯ સુધીમાં થઈ જશે. એટલે કે આજથી આઠ વર્ષ બાદ. પ્રોજેક્ટના બીજા તબક્કામાં હાલના ટર્મિનલના આધુનિકીકરણના કામોને પૂર્ણ કરવાની સાથોસાથ એક નવું ટર્મિનલ બનાવવાનો સમાવેશ પણ થાય છે.
એરપોર્ટ નો ઉપયોગ કરતા સ્થાનિક મુસાફરોની સંખ્યામાં જે સતત વધારો થઈ રહ્યો છે એના જ પરિણામે ટર્મિનલ ૧નું બાંધકામ વિસ્તારવાનું હાથ ધરાયું છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ ૧ અસ્થાયી રૂપે ત્રણ વર્ષ માટે એટલે કે ૨૦૨૬ સુધી બંધ રાખવામાં આવનાર છે. જોકે, આ નિર્ણયને કારણે હવે એર ઈન્ડિયા તેમ જ ઇંડિગો જેવી પ્રમુખ હવાઈ કંપનીઓ પર અસર પડશે એવું જણાઈ રહયું છે.
ભૂગર્ભ ટનલ બનાવવાની પણ યોજના છે? જોકે, હજી સુધી નવા ટર્મિનલ ૧ની ડિઝાઇન કેવી હશે અને તેનો ખર્ચ તેમ જ અંતિમ ક્ષમતા કેટલી હશે આ મુદ્દાઓ પર કોઈ જ વાત કે માહિતી આપવામાં આવી નથી. અદાણી ગ્રૂપ પેસેન્જર ટ્રાફિકને સુધારવા માટે ટર્મિનલ ૨ અને નવા ટર્મિનલ ૧ને જોડતી ભૂગર્ભ ટનલ બનાવવાની પણ યોજના ધરાવે છે.
હાલમાં, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર દર વર્ષે ૫.૧ કરોડ મુસાફરો આવે છે. આ સાથે જ ટર્મિનલની વાત કરવામાં આવે તો ત્યાં ૨ ૨.૪ કરોડ મુસાફરો આવતાં હોય છે.(૨૩.૨)
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
