News of Thursday, 30th January 2025
દુલ્હન બાદ વરરાજાએ ૬ સાળીઓનાં માથામાં પણ ભર્યુ સિંદુર : સાળો લાલઘુમ
વરરાજાની હરકતનો વિડિયો વાયરલ

નવી દિલ્હી, તા.૩૦: લગ્નની સિઝન શરૂ થતાં જ સોશિયલ મીડિયા પર તેને લગતા ફની વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. કેટલાક વીડિયોમાં દુલ્હન ડીજેવાળાને ધમકાવતી જોવા મળે છે તો કેટલાક વીડિયોમાં વરરાજાના સંબંધીઓ તેમના જબરદસ્ત ડાન્સથી મહેફિલ મજા માણી રહયા છે. આ દરમિયાન કેટલાક લોકો જાણી જોઈને વિચિત્ર વીડિયો બનાવીને વાયરલ કરવાનો પ્રયાસ કરી રહયા છે. આવો જ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહયો છે, જેમાં એક વરરાજાની હરકતોએ બધાને ચોંકાવી દીધા છે.
વીડિયોમાં જોવા મળી રહયું છે કે, લગ્ન મંડપ સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યો છે અને દુલ્હન ખૂબ જ સુંદર લાગી રહી છે. વરરાજો પહેલા એક ચપટી સિંદૂરથી કન્યાની માંગમાં ભરે છે, પરંતુ આ પછી તેની હરકતો વિચિત્ર બની જાય છે. તે અચાનક કન્યાની છ બહેનો તરફ આગળ વધે છે અને એક પછી એક તમામની માંગમાં પણ સિંદૂરથી ભરી દે છે. એટલું જ નહીં, અંતે ત્યાં બેઠેલો એક નાનો છોકરો મજાકમાં કહે છે, ‘‘જીજા જી, મને પણ!'' અને વરરાજો તેની માંગમાં પણ સિંદૂર લગાવી દે છે.
દુલ્હન આ બધું જોઈને ચોંકી જાય છે અને એવું લાગે છે કે તે કાંઈ સમજી શકતી નથી કે તેનો પતિ આ વિચિત્ર હરકતો કેમ કરી રહયો છે. આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રયિાઓ આવી રહી છે. કેટલાક તેને હાસ્યાસ્પદ ગણાવી રહયા છે તો કેટલાક તેને હાસ્યાસ્પદ કળત્ય ગણાવી રહયા છે.
જો કે, આ વીડિયો માત્ર મનોરંજન માટે જ બનાવવામાં આવ્યો છે, પરંતુ શું લગ્ન જેવા પવિત્ર બંધનની મજાક ઉડાવવી યોગ્ય છે? માત્ર વીડિયો વાયરલ કરવા માટે આવું કરવું બિલકુલ યોગ્ય ગણી શકાય નહીં. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘નન્હે નાદાન' નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેમાં તેણે પોતાને વરરાજાનો સાળો ગણાવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘‘દુલ્હનની સાથે સાળી ફ્રી.''
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને ૧ કરોડ ૧૩ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. લાખો લોકોએ તેને લાઈક અને શેર કરી રહયા છે, જ્યારે હજારો યુઝર્સે તેના પર પોતાની પ્રતિક્રયિાઓ આપી છે.
ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રવિ અલાવા નામના યુઝરે લખ્યું કે, આવા લોકો ધર્મની મજાક ઉડાવી રહયા છે. પોતાની નારાજગી વ્યક્ત કરતા પ્રીતમ સિંહે કહયું કે, ‘‘જો અમારી ત્યાં આવું થયું હોત તો જૂતા મારીને વરરાજાને ભગાવી દીધા હોત!'' જ્યાં સ્મિથ મહતોએ ''તિક્રયિા આપતા કહયું કે, ‘‘વીડિયો બનાવવાના ચક્કરમાં તેને તે પણ સમજી શક્યો નહીં કે તે શું કરી રહયો છે.‘‘ આ વીડિયો ભલે મનોરંજન માટે બનાવવામાં આવ્યો હોય, પરંતુ ઘણા લોકોને તે અત્યંત વાંધાજનક લાગી રહયો છે, જેના કારણે તેના પર ચર્ચા થઈ રહી છે..
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
