News of Thursday, 30th January 2025
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૩૬

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્યાન વિધીઓ
આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૯ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર.
સ્થળઃ
ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
વિધીઃ- ૩૬: કોઇ વિષયને જુઓ પછી ધીમે ધીમે એનાથી પોતાની દ્રષ્ટિ હટાવી લો અને ધીમે ધીમે એનાથી પોતાના વિચાર હટાવી લોઃ- ત્યારે
કોઇ ફુલને જુઓ પરંતુ એ ખ્યાલ રાખો કે એ જોવાનો અર્થ શો છે? ફકત જુઓ વિચાર મત કરો. મારે આ વારંવાર કહેવાની જરૂર નથી. તમે હંમેશા યાદ રાખો કે જોવાનો અર્થ જોવા પુરતો જ છે. વિચાર ના કરો. તમે વિચાર કરો છો તો તે જોવાનું બનશે નહી અને તમે જોવાનું દુષિત કરો છો. આ જોવાનું શુધ્ધ જોવાનું છે, ખાલી જોવાનું જ
પહેલા ફુલને જુઓ, વિચાર હટાવીને જુઓ. જયારે તમને એમ લાગે છે કે મનમાં કોઇ વિચાર રહ્યો નથી ફકત ફુલ જ રહ્યું છે. ત્યારે બહુંજ ધીમે ધીમે તમારી આંખો ફુલથી અલગ કરો. ધીરે ધીરે ફુલ તમારી દ્રષ્ટિથી ઓઝલ થઇ જશે પરંતુ બિંબ તમારી સાથે રહેશે. વિષય તમારી દ્રષ્ટિથી ઓઝલ થઇ જશે, તમે દ્રષ્ટિ હટાવી લેશો. હવે બહારનું ફુલ તો ના રહ્યું પરંતુ એનું પ્રતિબિંબ તમારી ચેતનાના દર્પણમાં બનેલું રહેશે.
આ એક સરસ ધ્યાન છે. તમે એનો પ્રયોગ કરી શકો છો. કોઇ વિષયને પસંદ કરો અને ધ્યાન રાખો કે દરરોજ એ જ વિષય રહે જેથી એક જ પ્રતિબિંબ બને અને એક જ પ્રતિબિંબથી પોતાને અલગ કરવા પડે.
- રજનીશના પ્રણામ
સંકલન-તથા ભાષાંતર
સ્વામી સત્યપ્રકાશજી
મો.૯૪ર૭ર પ૪ર૭૬
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
