<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st January 2025

દેશની પ્રથમ શાકાહારી ટ્રેન:નોન વેજ પર સખત પ્રતિબંધ: અપાયું 'સાત્વિક સર્ટિ'

દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ એક ખાસ ટ્રેન છે જેને 'સાત્વિક સર્ટિફિકેટ' પ્રાપ્ત થયું

ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણીવાર કેટલાક લોકો કહે છે કે, ખોરાક યોગ્ય નથી. એમાંય શાકાહારી અને માંસાહારી ખોરાક અલગથી રાંધવામાં આવતું નથી. પરંતુ હવે એક એવી ટ્રેન આવી છે, જ્યાં ફક્ત શાકાહારી ભોજન જ મળે છે.

  આ ટ્રેનમાં માંસાહારી ખોરાક લાવવાની મંજૂરી નથી. આ ટ્રેન એક ખાસ યોજનાનો ભાગ છે, જેમાં ફક્ત શાકાહારી ખોરાક જ આપવામાં આવશે. દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ એક એવી ટ્રેન છે, જે ફક્ત શાકાહારી ભોજન જ આપે છે. 

  આ ભારતની પ્રથમ શાકાહારી ટ્રેન છે, જેના મેનુમાં ફક્ત શાકાહારી ભોજન જ હોય છે. આ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ફક્ત શાકાહારી ભોજન જ મળે છે અને માંસાહારી ખોરાક કે નાસ્તો લાવવાની મંજૂરી નથી. દિલ્હી-કટરા વંદે ભારત એક્સપ્રેસ એક ખાસ ટ્રેન છે જેને 'સાત્વિક સર્ટિફિકેટ' પ્રાપ્ત થયું છે. આ ટ્રેન ભારતીય રેલ્વેના IRCTC અને સાત્વિક કાઉન્સિલ ઓફ ઈન્ડિયા વચ્ચેના કરાર હેઠળ ચાલે છે. 

આ ટ્રેન દિલ્હી (NDLS) અને શ્રી માતા વૈષ્ણો દેવી કટરા (SVDK) વચ્ચે ચાલે છે. આ ટ્રેનના રસોડામાં ફક્ત શાકાહારી ખોરાકનો ઉપયોગ થાય છે અને અહીંના વેઇટર્સને માંસાહારી ખોરાક સાથે કોઈ લેવા-દેવા નથી.

(9:35 PM IST)