<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

તેલના વપરાશમાં માત્ર ૧૦ ટકાનો ઘટાડો કરો

મેદસ્‍વિતા ઘટાડવા માટે મોદીએ આપ્‍યો ઉકેલ

નવી દિલ્‍હી, તા.૧: જીવનમાં શારીરિક પ્રવળત્તિઓના અભાવ, જંક ફૂડ અને અન્‍ય પરિબળોને કારણે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે; પણ આવા રોગ થવા પાછળ ખાદ્ય તેલની ભૂમિકાની બાબત વિસરાઈ ગઈ છે એમ મોદીએ ૩૮મા રાષ્‍ટ્રીય રમતોત્‍સવના ઉદ્ધાટન સમારોહમાં બોલતાં જણાવ્‍યું હતું. તેમણે પોતાના સંબોધનમાં સ્‍થૂળતાના વધારે પડતા કેસ માટે ખાદ્ય તેલના વધુ પડતા ઉપયોગને મુખ્‍ય પરિબળ ગણાવ્‍યું હતું. નરેન્‍દ્ર મોદીએ કહ્યું કે ‘ખાદ્ય તેલના વધુ પડતા ઉપયોગથી સ્‍થૂળતા સહિતની ઘણી બીમારી જોવા મળી રહી છે. દેશમાં દરેક વયજૂથ અને એમાં પણ યુવાનો ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે અને આ ચિંતાનો પણ વિષય છે, કારણ કે સ્‍થૂળતા ડાયાબિટીઝ, હૃદયરોગ જેવા રોગોનું જોખમ વધારે છે. વડા પ્રધાને લોકોને ખાદ્ય તેલનો વપરાશ ઓછો કરવાનું સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે ‘લોકોએ સંતુલિત અને પૌષ્ટિક ખોરાક લેવો જોઈએ અને ફિઝિકલ ઍક્‍ટિવિટી વધારવી જોઈએ. આપણાં ઘરોમાં મહિનાની શરૂઆતમાં રૅશન આવે છે. જો તમે દર મહિને બે લીટર ખાદ્ય તેલ લાવો છો તો એમાં ૧૦ ટકાનો ઘટાડો કરવો જોઈએ.

(11:37 AM IST)