<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

અમેરિકામાં વધુ એક વિમાન ક્રેશઃ અનેક ઘરોમાં આગ : છ લોકોના મોત

બે લોકો સાથેનું એક નાનું વિમાન અમેરિકાના ફિલાડેલ્‍ફિયામાં એક શોપિંગ મોલની નજીક ક્રેશ થયું આ વિમાન દુર્ઘટનામાં ઘણા ઘરો અને કારમાં આગ લાગી

 ફિલાડેલ્‍ફિયા તા.૦૧:  અમેરિકામાં વિમાન દુર્ઘટનાના સમાચાર છે. સ્‍થાનિક મીડિયાએ શુક્રવારે અહેવાલ આપ્‍યો હતો કે બે લોકો સાથેનું એક નાનું વિમાન અમેરિકાના ફિલાડેલ્‍ફિયામાં એક શોપિંગ મોલની નજીક ક્રેશ થયું હતું. આ ઘટનામાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. ફિલાડેલ્‍ફિયા ઇન્‍ક્‍વાયરર અખબારે પોલીસને ટાંકીને જણાવ્‍યું હતું કે અકસ્‍માત સાંજે ૬ વાગ્‍યાની આસપાસ થયો હતો.

એપીના અહેવાલ મુજબ, આ વિમાન દુર્ઘટનામાં ઘણા ઘરો અને કારમાં આગ લાગી છે. વિમાન આ ઘરો પર પડ્‍યું હતું. ફિલાડેલ્‍ફિયા ઓફિસ ઓફ ઇમરજન્‍સી મેનેજમેન્‍ટે સોશિયલ મીડિયા પર પુષ્ટિ કરી કે કથિત ક્રેશના વિસ્‍તારમાં ૅમોટી ઘટનૉ બની છે પરંતુ અન્‍ય કોઈ વિગતો આપી નથી.

ફિલાડેલ્‍ફિયા સીબીએસ સંલગ્ન સંસ્‍થાએ ભારે આગ અને ઘટનાસ્‍થળે અનેક ફાયર એન્‍જિનોની તસવીરો બતાવી, અને પીડિતોની સ્‍થિતિ તાત્‍કાલિક જાણી શકાઈ નથી. ફિલાડેલ્‍ફિયા પોલીસ વિભાગ કે ફાયર વિભાગે ટિપ્‍પણી માટેની વિનંતીઓનો તાત્‍કાલિક જવાબ આપ્‍યો ન હતો. ફિલાડેલ્‍ફિયા એ અમેરિકાના પેન્‍સિલવેનિયા રાજ્‍યનું સૌથી મોટું શહેર છે. તે રાજ્‍યના દક્ષિણ ભાગમાં આવેલું છે અને ડેલવેર નદીના કિનારે આવેલું છે.

રાજ્‍યના ગવર્નર જોશ શાપિરોએ આ માહિતી આપી. તેમણે કહ્યું કે વિમાન તૂટીને રહેણાંક વિસ્‍તારમાં પડતાં અનેક લોકો ઈજાગ્રસ્‍ત થયા હતા જેમાંથી ઘણાની હાલત ગંભીર હોવાથી મળત્‍યુઆંક વધી શકે છે. ગવર્નરે કહ્યું કે ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્‍માત ફિલાડેલ્‍ફિયા એરપોર્ટથી ૪.૮ કિલોમીટર ઉત્તરપૂર્વમાં થયો હતો. અકસ્‍માત સ્‍થળ પરથી સામે આવેલી તસવીરો દર્શાવે છે કે કેટલાક ઘરોમાં પણ આગ લાગી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા પ્રયાસો ચાલુ છે.

તાજેતરમાં જ અમેરિકામાં લગભગ ૨૫ વર્ષમાં સૌથી ભયંકર વિમાન દુર્ઘટના પછી આજે આ સમાચાર આવ્‍યા છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્‍યારે અમેરિકન એરલાઇન્‍સની ફ્‌લાઇટ ૫૩૪૨ એરપોર્ટ નજીક આવતાં જ એક સૈન્‍ય હેલિકોપ્‍ટર સાથે અથડાઈ હતી. રોનાલ્‍ડ રીગન નેશનલ એરપોર્ટ પર આર્મી હેલિકોપ્‍ટર અને પેસેન્‍જર પ્‍લેન વચ્‍ચે થયેલી ટક્કરમાં ૬૭ લોકો માર્યા ગયા હતા. અત્‍યાર સુધીમાં ૪૦ થી વધુ મળતદેહો મળી આવ્‍યા છે. વિમાન દુર્ઘટનાની તપાસમાં ઘણા મહિનાઓ લાગી શકે છે.

(12:19 PM IST)