તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
ફેબ્રુઆરીમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશેઃ દેશના અનેક ભાગોમાં મંગળવાર સુધીમાં વરસાદની શકયતા
જમ્મુ-કાશ્મીર, લડાખ, ગિલગીટ, બાલ્ટીસન અને મુઝફફરાબાદમાં છુટાછવાયા વરસાદ સાથે હિમવર્ષાની સંભાવનાઃ દિલ્હીમાં ધુમ્મસ

નવી દિલ્હી, તા., ૧: દિલ્હીમાં જાન્યુઆરી ઠંડીના હિસાબે સારો નહોતો. લઘુત્તમ તાપમાનના આધારે પણ આ આઠ વર્ષમાં સૌથી ગરમ જાન્યુઆરી રહ્યો છે. આ વર્ષે સરેરાશ લઘુત્તમ તાપમાન ૮.૪ ડિગ્રી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ધુમ્મસ રહેશે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં છૂટાછવાયા વરસાદ અને હિમવર્ષાની શકયતા છે.
પંજાબ અને હરિયાણામાં મધ્યમ વરસાદની સંભાવના છે. કેરળ અને તમિલનાડુમાં ભારે વરસાદ પડી શકે છે. બે તાજા પヘઁિમી વિક્ષેપ ૧-૪ ફેબ્રુઆરી વચ્ચે પ્રદેશને અસર કરે તેવી ધારણા છે. જેના કારણે ઘણા રાજયોમાં નોંધપાત્ર વરસાદ થશે. ઉત્તરાખંડમાં ૧ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.
આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ૩૦ જાન્યુઆરીથી ૫ ફેબ્રુઆરી સુધી છૂટાછવાયાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થશે.
પંજાબ, હરિયાણા અને પヘમિ ઉત્તર પ્રદેશમાં ૧ ફેબ્રુઆરીથી ૪ ફેબ્રુઆરી વચ્ચે છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. પૂર્વ રાજસ્થાન અને વિદર્ભમાં ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ૩ અને ૪ ફેબ્રુઆરીએ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે.
પૂર્વીય મોજાને કારણે દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ભેજવાળી સ્થિતિની અપેક્ષા છે. તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહેમાં ૨ ફેબ્રુઆરી સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. કેરળ, દક્ષિણ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના છે.
જાન્યુઆરીમાં ગરમ અને સૂકી મોસમ પછી, ભારતના મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં સામાન્ય તાપમાનથી વધુ અને સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. હવામાન વિભાગના મહાનિર્દેશક મળત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, પヘમિ-મધ્ય, દ્વીપકલ્પ અને ઉત્તર-પヘુિમ ભારતના કેટલાક વિસ્તારો સિવાય, મોટા ભાગના વિસ્તારોમાં લાંબા સમયગાળાની સરેરાશ (૧૯૭૧-૨૦૨૦)ના ૮૧ ટકાથી ઓછો વરસાદ થવાની ધારણા છે. દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે.ઉત્તરપヘમિ અને દ્વીપકલ્પના ભારતના ભાગો સિવાય મોટાભાગના વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે, પヘમિ-મધ્ય અને દ્વીપકલ્પના ભારતના કેટલાક ભાગોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શકયતા છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
