તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
૪૦ વર્ષની સાસુ ૨૫ વર્ષના જમાઈ પર ફીદા થઈ, બાદમાં એક બાળકને જન્મ આપ્યો, પોલ ખુલી જતાં પ્રેમની નિશાની મિટાવી દીધી
જમાઈને એવો પ્રેમ થયો કે સાસુને દિલ દઈ બેઠા. જે સાસુએ પોતાની દીકરી માટે જમાઈ શોધ્યો, તે સાસુ જ જમાઈ પર ફીદા થઈ ગઈ અને તેની સાથે ફરાર પણ થઈ ગઈ. : ઘટના બાડમેર જિલ્લાના બાખાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બોલી ગામની છે. જ્યાં સાસુ અને જમાઈની લવ સ્ટોરીથી ખૂબ ચર્ચા થઈ રહી છે

બાડમેરા તા.૧: કહેવાય છે કે પ્રેમથી પવિત્ર કંઈ હોઈ શકે છે નહીં, પણ આ પ્રેમ પર આડા સંબંધોનું કલંક લાગે તો પછી તેમાં નુકસાનની કોઈ હદ હોતી નથી. ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા બાડમેરમાં જમાઈ અને સાસુની પ્રેમ કહાનીએ એક માસૂમને કાયમ માટે આ દુનિયામાંથી જવા માટે મજબૂર કરી દીધો. મામલામાં હવે ફરાર સાસુમાં પોલીસ પાસે આવી ગઈ છે અને પોલીસે આખા મામલાની તપાસ કરી રહી છે. પોલીસ પણ આ ચોંકાવનારો આ મામલો સાંભળીને ચોંકી ગઈ હતી
જમાઈને એવો પ્રેમ થયો કે સાસુ પર ફિદા થઈ ગયા. જે સાસુએ પોતાની દીકરી માટે જમાઈ શોધ્યો, તે સાસુ એ જ જમાઈ પર ફિદા થઈ ગઈ અને દિલ દઈ બેઠી અને તેની સાથે ફરાર પણ થઈ ગઈ. ઘટના બાડમેર જિલ્લાના બાખાસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા બોલી ગામની છે. જ્યાં સાસુ અને જમાઈની લવ સ્ટોરીની ખૂબ ચર્ચા થઈ રહી છે.
હકીકતમાં જોઈએ તો, બાડમેર જિલ્લાના બેડિયાના રહેવાસી સમુના લગ્ન બોલીના રહેવાસી મીઠારામ સાથે થઈ હતી. ત્યાર બાદ તેમની દીકરીનો જન્મ થયો અને મીઠારામનું નિધન થઈ ગયું. સમુ દેવીની મૂક બધિર દીકરીના લગ્ન આજથી ૪ વર્ષ પહેલા ગુજરાતના પવારામ સાથે થયા હતા. પવારામ બોલીમાં જ ઘર જમાઈ બનીને રહેવા લાગ્યો. આ દરમ્યાન જમાઈ સાસુ સમુ દેવી પર મોહિત થઈ ગયો અને શારીરિક સંબંધ બાંધવા લાગ્યા.
આખી ઘટનાનો ખુલાસો ત્યારે થયો, જ્યારે સમુ દેવીએ એક બાળકને જન્મ આપ્યો. હવે રણ વિસ્તારમાં ફરી એક વાર સાસુ જમાઈની પ્રેમ કહાનીની ચર્ચા થઈ રહી છે. એટલું જ નહીં ત્યાર બાદ સાસુ જમાઈએ મળીને પ્રેમની નિશાનીને ખતમ કરી નાખી અને માસૂમનો જીવ લઈ લીધો
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
