<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

ધ ગ્રેટ ખલી પ્રયાગરાજ મહાકુંભમાં: સંગમ ઘાટ પર કર્યું સ્‍નાન

વીઆઈપી એન્‍ટ્રી વગર લોકોની વચ્‍ચે સંગમ ઘાટ પર તાાન કર્યું હતું. જેના વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

પ્રયાગરાજ: WWEનો ઈન્‍ડિયન પ્‍લેયર ધ ગ્રેટ ખલી મહાકુંભમાં પહોંચ્‍યો હતો. જ્‍યાં પહોંચ્‍યા બાદ તેણે તાાન કર્યું હતું. તેને જોઈને મોટી સંખ્‍યામાં લોકોની ભીડ આસપાસ એકઠી થઈ ગઈ હતી. ગ્રેટ ખલીને જોઈને લોકો ખુશ થઈ ગયા હતા અને લોકોએ ફોટો પડાવવા માટે તેની સાથે પડાપડી કરી હતી. હાલ પ્રયાગરાજ મહાકુંભમાં મોટી સંખ્‍યામાં લોકો જઈ રહ્યા છે જેમાં ગ્રેટ ખલી પણ ગયા હતા.

ગ્રેટ ખલી જ્‍યારથી ષ્‍ષ્‍ચ્‍માં ગયો ત્‍યારથી ઘણો પ્રખ્‍યાત થયો હતો. એક સમયે તે પંજાબ પોલીસમાં પણ કામ કરી ચૂકયો છે. આ સિવાય તે રિયાલિટી શો બિગબોસમાં પણ ભાગ લઈ ચૂકયો છે. પ્રયાગરાજ મહાકુંભમાં જ્‍યારે લોકોએ ગ્રેટ ખલીને જોયો હતો. ત્‍યારે મોટી સંખ્‍યામાં લોકો તેને મળવા માટે પહોંચ્‍યા હતા. સાથે જ તાાન કરતા સમયે તેના ફેન્‍સે તેને ઘેરી લીધો અને ફોટા પણ પડાવ્‍યા હતા.

હાલ સોશિયલ મીડિયા પર ધ ગ્રેટ ખલીના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. સૌથી નવાઈની વાત તો એ છે કે એક સેલિબ્રિટી હોવા છતાં ગ્રેટ ખલીએ ન તો વીઆઈપી એન્‍ટ્રી લીધી કે ન તો કોઈ દેખાડો કર્યો હતો. તે સામાન્‍ય માણસની જેમ જ ઘાટ પર દર્શન કરવા પહોંચ્‍યો હતો. સામાન્‍ય લોકોની સાથે તેણે સંગમ ઘાટ પર લોકો વચ્‍ચે તાાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે સંગમ ઘાટ પર જ્‍યારે લોકોએ ગ્રેટ ખલીને જોયો ત્‍યારે મોટા ભાગના લોકો ચોંકી ગયા હતા. કારણ કે તે કોઈ વીઆઈપી એન્‍ટ્રી સાથે નહોતો પહોંચ્‍યો. તેને જોઈને મોટા ભાગના લોકો તેની સાથે ફોટો પડાવવા ગયા હતા. જ્‍યારે સંગમ ઘાટ પર તેણે તાાન કર્યું તે સમયે પણ લોકોએ તેની સાથે ફોટો લેવા પડાપડી કરી હતી જે ઉપરના વીડિયોમાં તમે જોઈ શકો છો.

(12:20 PM IST)