<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ખોલ્યા દ્વાર: AI સેન્ટર માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત

AI શિક્ષણ માટે AI સેન્ટર્સ ફોર એક્સેલન્સ ખોલવામાં આવશે.

વી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સતત આઠમી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું. આ મોદી સરકાર 3.0 નું પહેલું સામાન્ય બજેટ હતું. બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રીએ ઘણા ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. બજેટ 2025માં નાણામંત્રીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પણ એક મોટી જાહેરાત કરી છે

સંસદમાં બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રીએ કહ્યું કે કૌશલ્ય વિકસાવવા માટે ભારતમાં કૌશલ્ય તાલીમ માટે પાંચ રાષ્ટ્રીય શ્રેષ્ઠતા કેન્દ્રો ખોલવામાં આવશે. આ સાથે, AI શિક્ષણ માટે AI સેન્ટર્સ ફોર એક્સેલન્સ ખોલવામાં આવશે. બજેટમાં સરકારે AI સેન્ટર માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

2025નું બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે અમે 2023માં કૃષિ, આરોગ્ય અને ટકાઉ શહેરો માટે કૃત્રિમ બુદ્ધિમત્તામાં ત્રણ શ્રેષ્ઠતા કેન્દ્રોની જાહેરાત કરી હતી. હવે, શિક્ષણ માટે AI ક્ષેત્રમાં રૂ. 500 કરોડના ખર્ચે એક સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવામાં આવશે.

બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે સરકારનું ધ્યાન સૌના વિકાસ પર છે. નાણામંત્રીએ બજેટમાં IIT અને મેડિકલ કોલેજોની ક્ષમતા વધારવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં IIT ની ક્ષમતામાં 100 ટકાનો વધારો થયો છે.

(2:12 PM IST)