<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

નિર્મલા સિતારમણ દ્વારા બજેટમાં થયી વિવિધ જાહેરાત

કૃષી ઉત્‍પાદન વધારા ખાસ યોજનાઓ જાહેર, યુવાઓને રોજગાર આપવા ખાસ પગલા, કિસાનો તથા ગ્રામ્‍ય મહિલાઓ માટે ખાસ મદદ, માછીમારી ધંધા માટે આંદામાન-નિકોબારના ક્ષેત્રમાં ઉંડા સમુદ્ર પણ માછીમારોને સુવિધા ભારત દુનિયામાં બીજો નંબર છે, ખેતી માટે જરૂરી ભુદીયા ખાતર માટે નવા કારખાનાઓ ખોલી, હાલ ઉત્‍પાદન વધારવા માટે મોટા પગલા, કેરી તથા માછીમારો માટે દરેકને રૂ.પાંચ લાખની લોન મળશે, MSME ના ઉદ્યોગો માટે ખાસ મદદ કરવામાં આવશે, બિહારને મખાના બોર્ડની સ્‍થાપના કરવામાં આવશે, બાળકો માટે રમકડા ઉત્‍પાદન વધારવા ખાસ સહાય અને ઉત્‍પાદન વધારવા પગલા આ માટે ભારતને ગ્‍લોબલ હબ બનાવશે,  મેડિકલ ડોમેન્‍સીકમાં ૧૦ હજાર સીટ વધારાશે, દેડામાં ત્રણ એઆઈ સેન્‍ટર બનાવાશે. કિશાનો માટે કિશાન કાર્ડમાં રૂા. ૩ લાખથી વધારી ૫ લાખ કરવામાં આવશે. ગર્ભવતી મહિલાઓ માટે ખાસ મદદ તથા વધુ રજા મળશે, કપાસ ઉત્‍પાદનમાં વધારો કરવા તેમજ રૂનાં ઉપયોગ માટે ખાસ પગલાં લેવામાં આવશે. IIT નવી કોલેજો વધુ ખોલવામાં આવશે, તેમાં ૬૫૦૦ બેઠકોનો વધારો, સ્‍ટાર્ટ અપ માટે ૧૦ લાખની લોન આપવામાં આવશે, ભારતમાં નવા ત્રણ AI સેન્‍ટર શરૂ કરવામાં આવશે, લેધર ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ૧૨ લાખ નોકરીઓ મળશે. લેધર ઈન્‍ડટ્રીઝનાં ડેવલપમેન્‍ટથી પાંચ લાખ રોજગારી વધશે, MSME લોન પ કરોડથી  વધારી ૧૦ કરોડ સુધીનો વધારો કરવાથી અનેક નાના ઉદ્યોગોને ફાયદો તથા નવજીવન, મેડીકલ અભ્‍યાસ માટે ૧૦.૦૦૦/ વધુ સીટનો ઉમેરો, સરકારી વેન્‍ટીલેટરમાં કેન્‍સર સેન્‍ટર બનાવાશે, એવીએશન માટે વધુ ૧૦૦ એરપોર્ટ તથા વધુને વધુ ફલાઈટ શરૂ કરશે જેમાં ૧૦૦ કેન્‍દ્રનો વધારો, ફુડ ટેકનોલોજી વધારવા, ૧ કરોડ શ્રમજીવન માટે વધુ લાભ આપવા, બિહારમાં ગ્રીનફીલ્‍ડ એરપોર્ટ બનશે, ૨૦૪૭ સુધીમાં ૨૦૦૦ ગીગા વોટ વિજળીનું ઉત્‍પાદનનો નિશ્‍ચય, ઉડાન ક્ષેત્ર એક લાખ નવી રોજગારી મળશે, ૮૮ જૂદા જૂદા એરપોર્ટમાં પ્‍લેનોનું જોડાણ કરવામાં આવશે.

બિહારમાં નવા ત્રણ એરપોર્ટની ખાસ ફાળવણી જલ જીવન એટલે છેક નાના ગામોમાં શુધ્‍ધપાણી પહોંચાડવામાં આવશે. ૧ લાખ અધુરા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના કામો તાત્‍કાલિક પૂર્ણ કરવાનો નિર્ધાર ૨૦૦૦૦/- અણું ઉત્‍પાદન કેન્‍દ્રોને કેન્‍દ્રિય પ્રોત્‍સાહન આપશે વિમા ક્ષેત્રમાં ૧૦૦% વિદેશી કપનીઓ ભારતમાં ધંધો કરી શકશે

(2:30 PM IST)