તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
૩૬ જીવનરક્ષક દવાઓ સસ્તી થશેઃ કેન્સરની દવાઓ પર કસ્ટમડયુટી હટાવાઈ
૩ વર્ષમાં દેશની દરેક જીલ્લામાં ડે કેર કેન્સર સેન્ટર ખોલવામાં આવશેઃ ઓનલાઈન પ્લેટફોર્મ ધરાવતા લોકોને મેડીકલ કાર્ડ મળશેઃ મેડીકલ ટુરીઝમને તબિબિ સાધનો સસ્તા મળશે

નવી દિલ્હી, તા.૧: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ૩૬ જીવનરક્ષક દવાઓને ડ્યૂટ ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. તમામ સરકારી હોસ્પિટલમાં કેન્સર ડે કેયર સેન્ટર બનાવામાં આવશે. કેન્સરની સારવાર માટે આપવામાં આવતી દવાઓ સસ્તી થશે. ૬ જીવન રક્ષક દવાઓ પર કસ્ટમ ડ્યૂટી ૫ ટકા કરી દેવામાં આવી છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ દરમ્યાન તેમણે જાહેરાત કરી છે કે કેન્સરની ૩૬ દવાઓને સસ્તી કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે, સરકાર આગામી ત્રણ વર્ષોમાં તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડેકેયર કેન્સર સેન્ટ સ્થાપિત કરવાની સુવિધા આપશે.
સાથે જ મેડિકલ કોલેજોમાં આગામી ૫ વર્ષ દરમ્યાન ૭૫૦૦૦ નવી મેડિકલ સીટો વધારવામાં આવશે. તેમણે કહ્યું કે, એઆઈ સેન્ટરને પ્રોત્સાહન આપવા માટે ૫૦૦ કરોડ ફાળવવામાં આવશે. ૨૦૧૬ બાદ શરુ થયેલ આઈઆઈટીમાં ક્ષમતાનો વિસ્તાર કરવામાં આવે. જેથી હજારો વિદ્યાર્થીઓને સુવિધા મળી શકે. તેમ જ ઓનલાઈન પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકોને મેડીકલ કાર્ડ મળશે. મેડીકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે, તબીબી સાધનો સસ્તા થશે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
