News of Saturday, 1st February 2025
સ્માર્ટફોન સસ્તા થશે પરંતુ પ્રીમિયમ ઇન્ટરેક્ટિવ સ્માર્ટ ડિસ્પ્લે મોંઘા થશે
નિર્મલા સીતારમણે લિથિયમ આયન બેટરી અને અન્ય મોબાઇલ ઘટકો પરની ડ્યુટી ઘટાડી છે, જેના કારણે સ્માર્ટફોન સસ્તા થશે : સ્માર્ટ ડિસ્પ્લેના ખુલ્લા પેનલ પર પણ ડ્યુટી ઘટાડવામાં આવી છે : ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે પેનલ્સ (સંપૂર્ણ બિલ્ડ) પર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે

નવી દિલ્હી,તા.૧ : નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ૨૦૨૫ અંગે ઘણી મોટી જાહેરાતો કરી છે. સરકારે ઓપન સેલ LED ટીવી પેનલ્સ પરની આયાત ડ્યુટી ઘટાડી દીધી છે. ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે પેનલ્સ (સંપૂર્ણ બિલ્ડ) પર આયાત ડ્યુટી ૧૦ ટકાથી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. આનાથી પ્રિમયમ સ્માર્ટ ડિસ્પ્લે મોંઘા થશે.
પાર્ટ્સ પરની આયાત ડ્યુટી દૂર કરવામાં આવી હોવાથી સ્માર્ટફોન સસ્તા થઈ શકે છે. આ ઉપરાંત, સ્માર્ટફોન એસેસરીઝ પણ સસ્તા થઈ શકે છે. આનું કારણ લિથિયમ આયન બેટરી પર આપવામાં આવતી છૂટ છે. આ ઉપરાંત, સરકાર ભારતમાં લિથિયમ આયન બેટરીના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપી રહી છે. મોબાઇલ ફોનના વિવિધ ભાગો પર પણ ડ્યુટી ઘટાડવામાં આવી છે.
ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર કસ્ટમ ડ્યુટી વધારીને ૨૦% કરવામાં આવી છે. જોકે, LCD-LED ટીવી ઓપન સેલ અને ઘટકો પરથી ડ્યુટી દૂર કરવામાં આવી છે. અગાઉ, ૨.૫% આયાત ડ્યુટી વસૂલવામાં આવતી હતી. આ સ્થાનિક ઉત્પાદકો માટે કરવામાં આવ્યું છે જેથી ભારતમાં તેનું ઉત્પાદન વધી શકે.
બજેટ ૨૦૨૫ માં, PCBA ભાગો, કેમેરા મોડ્યુલ, કનેક્ટર્સ, વાયર્ડ હેડસેટ્સના કાચા માલ, માઇક્રોફોન અને રીસીવરો, શ્લ્ગ્ કેબલ્સ, ફિંગરપ્રિન્ટ રીડર્સ, મોબાઇલ ફોન સેન્સર પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. અગાઉ, આ ઘટકો પર ૨.૫ ટકા ડ્યુટી વસૂલવામાં આવતી હતી. આ કારણે સ્માર્ટફોનની કિંમત ઘટી શકે છે.
આ ઉપરાંત, ઓપન સેલ LCD અને LED પેનલ્સ પર ડ્યુટી ઘટાડીને ૦ કરવામાં આવી છે. આના કારણે, મોટી સ્ક્રીનવાળા ઉપકરણોની કિંમત ઓછી થશે. આનાથી ભારતમાં ઉત્પાદિત લેપટોપ અને ટેબલેટ પર અસર પડશે. ઉપરાંત, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ્સ પર ડ્યુટી ૧૦ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવામાં આવી છે. આના કારણે, સ્માર્ટ બોર્ડ જેવા ઉપકરણો સસ્તા થશે.
કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વીચો પર ડ્યુટી ૨૦ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવામાં આવી છે. આનાથી એન્ટરપ્રાઇઝ નેટવર્ક સાધનોનો ખર્ચ ઘટશે. સેટેલાઇટ ઇન્સ્ટોલેશન અંગે પણ બજેટમાં મોટી જાહેરાત કરવામાં આવી છે. ડ્યુટીમાં ઘટાડાથી સ્પેસ ટેક સેક્ટરને પણ રાહત મળશે.
તે જ સમયે, સરકાર ઘણા ઉત્પાદનો પર ડ્યુટી પણ વધારી રહી છે. આવી સ્થિતિમાં, સંપૂર્ણપણે બનેલા ઇન્ટરેક્ટિવ ફ્લેટ ડિસ્પ્લે પેનલ્સ પરની ડ્યુટી વધારીને ૨૦ ટકા કરવામાં આવી છે. જો તમે ભારતમાં વિદેશમાં ઉત્પાદિત સ્માર્ટ ડિસ્પ્લે ખરીદો છો, તો તમારે તેના માટે વધુ પૈસા ખર્ચવા પડશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
