<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

બજેટમાં ‘વિકસિત ભારત' પાયો : ઇન્‍ફ્રા અને મેન્‍યુ. કેન્‍દ્રસ્‍થાને

સરકારનું ધ્‍યાન ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ડેવલપમેન્‍ટ પર છે અને આ માટે રાજ્‍યોને વ્‍યાજમુક્‍ત લોન મળશે, જેનો વ્‍યાપ હવે ૧.૫ લાખ કરોડ રૂપિયા સુધીનો હશે

નવી દિલ્‍હી,તા.૧ : પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીના નેતળત્‍વ હેઠળની કેન્‍દ્ર સરકારનું બજેટ ૨૦૨૫ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યા છે અને તેમનું ‘વિકસિત ભારત'નું વિઝન સ્‍પષ્ટપણે દેખાય છે. નાણામંત્રીએ બજેટમાં માળખાગત સુવિધાઓ અને ઉત્‍પાદન ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે, જે વિકસિત ભારતનો પાયો નાખે છે. આમાં માળખાગત વિકાસ માટે રાજ્‍યોને ૧.૫ લાખ કરોડ રૂપિયા સુધીની વ્‍યાજમુક્‍ત લોનનો સમાવેશ થાય છે.

  નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરતા કહ્યું કે સરકાર માળખાગત વિકાસ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી રહી છે અને આ માટે રાજ્‍યોને વ્‍યાજમુક્‍ત લોન મળશે, જેનો વ્‍યાપ હવે ૧.૫ લાખ કરોડ રૂપિયા સુધીનો હશે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા ઇકોસિસ્‍ટમને મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આપણે ખાનગી ક્ષેત્ર સાથે મળીને વિકાસના માર્ગ પર આગળ વધીશું. આ ઉપરાંત, અમે શહેરી ગરીબોની આવક વધારીશું અને સૂક્ષ્મ ઉદ્યોગોને આગળ લઈ જઈશું. આ વ્‍યાજમુક્‍ત લોન રાજ્‍યોને ૫૦ વર્ષ માટે આપવામાં આવશે.

 આ સાથે, નાણાં પ્રધાને મેક ઇન ઇન્‍ડિયા પર ભાર મૂકતા ઉત્‍પાદન ક્ષેત્રો માટે પણ મોટી જાહેરાતો કરી. તેમણે રમકડાં માટે રાષ્‍ટ્રીય કાર્ય યોજનાની જાહેરાત કરી અને ભારતને રમકડાં ક્ષેત્રમાં વૈશ્વિક કેન્‍દ્ર બનાવવા પર ભાર મૂકયો. આ ઉપરાંત, તેમણે સૂક્ષ્મ વ્‍યવસાય અને MSME ક્ષેત્રને આગળ વધારવા માટે એક રોડમેપ રજૂ કર્યો.

 

(2:48 PM IST)