<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

નવી કર પ્રણાલીમાં ફક્‍ત ફાયદા જ છેઃ કોને કેટલો ફાયદો?

૧૨ લાખ રૂપિયાની આવક પર ૭૧,૫૦૦ રૂપિયાનો લાભ

નવી દિલ્‍હી તા.૧: જો તમારી વાર્ષિક આવક ૧૨ લાખ રૂપિયા છે, તો હાલમાં તમારે ૭૧,૫૦૦ રૂપિયાનો ટેક્‍સ ચૂકવવો પડશે. પરંતુ, નાણામંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત પછી, તમારે કોઈ ટેક્‍સ ચૂકવવો પડશે નહીં. આનો અર્થ એ થયો કે તમને ૧૨ લાખ રૂપિયાની વાર્ષિક આવક પર ૭૧,૫૦૦ રૂપિયાનો સીધો ફાયદો મળશે.

૧૩ લાખ રૂપિયાની આવક પર ૨૨,૧૦૦ રૂપિયાનો લાભ

જો તમારી વાર્ષિક આવક ૧૩ લાખ રૂપિયા છે, તો હાલમાં તમારે ૮૮,૪૦૦ રૂપિયાનો ટેક્‍સ ચૂકવવો પડશે. પરંતુ, નાણામંત્રી દ્વારા નવા ટેક્‍સ સ્‍લેબની જાહેરાત બાદ, તમારે હવે ફક્‍ત ૬૬,૩૦૦ રૂપિયા ટેક્‍સ તરીકે ચૂકવવા પડશે. એટલે કે તમને ૨૨,૧૦૦ રૂપિયાનો સીધો ફાયદો મળશે.

૧૫ લાખ રૂપિયાની આવક પર ૩૨,૫૦૦ રૂપિયાનો લાભ

જો તમારી વાર્ષિક આવક ૧૫ લાખ રૂપિયા છે, તો હાલમાં તમારે ૧.૩૦ લાખ રૂપિયાનો ટેક્‍સ ચૂકવવો પડશે. પરંતુ, સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ પછી, તમારે ફક્‍ત ૯૭,૫૦૦ રૂપિયા ટેક્‍સ તરીકે ચૂકવવા પડશે. એટલે કે તમને ૩૨,૫૦૦ રૂપિયાનો સીધો ફાયદો મળશે.

૧૭ લાખ રૂપિયાની આવક પર ૫૪,૬૦૦ રૂપિયાનો લાભ

જો તમારી વાર્ષિક આવક ૧૭ લાખ રૂપિયા છે, તો હાલમાં તમારે ૧,૮૪,૬૦૦ રૂપિયાનો ટેક્‍સ ચૂકવવો પડશે. પરંતુ, સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ પછી, તમારે ફક્‍ત ૧.૩૦ લાખ રૂપિયા ટેક્‍સ તરીકે ચૂકવવા પડશે. એટલે કે તમને ૫૪,૬૦૦ રૂપિયાનો સીધો ફાયદો મળશે.

૨૨ લાખ રૂપિયાની આવક પર ૧,૦૦,૧૦૦ રૂપિયાનો લાભ

જો તમારી વાર્ષિક આવક ૨૨ લાખ રૂપિયા છે, તો હાલમાં તમારે ૩,૪૦,૬૦૦ લાખ રૂપિયાનો ટેક્‍સ ચૂકવવો પડશે. પરંતુ, સરકાર દ્વારા આપવામાં આવેલી મુક્‍તિ પછી, તમારે ફક્‍ત ૨,૪૦,૫૦૦ લાખ રૂપિયા ટેક્‍સ તરીકે ચૂકવવા પડશે. એટલે કે તમને ૧,૦૦,૧૦૦ રૂપિયાનો સીધો ફાયદો મળશે.

૨૫ લાખ રૂપિયાની આવક પર ૧,૧૪,૪૦૦ રૂપિયાનો લાભ

જો તમારી વાર્ષિક આવક ૨૫ લાખ રૂપિયા છે, તો હાલમાં તમારે ૪,૩૪,૨૦૦ રૂપિયાનો ટેક્‍સ ચૂકવવો પડશે. પરંતુ, સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટ પછી, તમારે ફક્‍ત ૩,૧૯,૮૦૦ લાખ રૂપિયા ટેક્‍સ તરીકે ચૂકવવા પડશે. એટલે કે તમને ૧,૧૪,૪૦૦ રૂપિયાનો સીધો ફાયદો મળશે.

(3:10 PM IST)