તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
બજેટમાં ૧ર લાખ સુધીની છુટ, મધ્યમવર્ગ નોકરીયાતોને લાભ મળશે
પ્રજાના ૧ રૂા. માંથી ૬૦ પૈસા તો ટેકસરૂપે ચૂકવાય છેઃ મકાન વેચો કે ભાડે આપો તો પણ ટેક્ષ ચુકવવો પડશે

રાજકોટ : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામણ દ્વારા આજે બજેટ રજુ કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને સામાજીક આગેવાનો દ્વારા તેમના મંતવ્ય લેવામાં આવ્યા હતા જે આ મુજબ છે.
મધ્યમવર્ગ, નોકરીયાત વર્ગ માટે આર્શીવાદરૂપ બજેટઃ મુકેશ દોશી
શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીએ જણાવેલ કે સારામાં સારૂ અને ફુલગુલાબી બજેટ આપવામાં આવ્યું છે અને ખાસ કરીને ૧ર લાખ સુધીની આવક પર કોઇ ટેકસ નહી એ મુદૃો આવકારદાયક છે કૃષિક્ષેત્રે પણ સારી જાહેરાત કરવામાં આવી છે.
દેશને પ્રગતિએ લઇ જનારૂ બજેટઃ રાજુભાઇ ધ્રુવ
ભાજપના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવેલ કે નાણામંત્રીશ્રીએ રજૂ કરેલ બજેટમાં દેશના સર્વે લોકોને આવરી લીધા છે. કૃષિક્ષેત્રે પણ તમામ પાસાઓ આવરી લીધા છે. આમ, આ બજેટ દેશને પ્રગતિએ લઇ જનારૂ બજેટ કહી શકાય.
રૂ. ૧ માંથી માત્ર ૪૦ પૈસા લોકોના ઘરમાં આવે છેઃ મહેશ રાજપુત
પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશભાઇ રાજપુતે જણાવેલ કે ભાજપ સરકાર દ્વારા ૧ર લાખ સુધીની આવક ઉપર કોઇ ટેકસ રાખવામાં આવેલ નથી.પરંતુ હિસાબ કરો તો લોકો ૧ રૂપિયો કમાય તો તેના હાથમાં માત્ર ૪૦ પૈસા જ આવે છે. ૬૦ પૈસા સુધીનો ટેકસ ચુકવવો પડે છે. દરેક વસ્તુ ઉપર જીએસટી વસુલવામાં આવે છે મકાન વેચો તો પણ ટેકસ ભરવો પડે અને ભાડે આપો તો પણ ટેકસ ચુકવવો પડે છે. આમ આ બજેટ ભરમાવનારૂ છે.
જીએસટીમાં કોઇ ફેરફાર કર્યો નથીઃ અતુલ રાજાણી
શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ નિરાશાજનક બજેટ ગણાવતા કહયું કે, જીએસટીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દરેક યથાવત રાખવામાં આવ્યો છે તો ખેડૂતોના કર્જ પણ માફ કરવામાં આવ્યા નથી.
ગ્રામીણ ક્ષેત્ર અને મેન્યુફેકચરીંગના વિકાસને વેગ મળશેઃ રમેશભાઇ ટીલાળા
ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ જણાવ્યું કે, બજેટમાં આવક વેરા માટે રૂ ૧ર લાખ સુધી રાહત આપી સામાન્ય જનને મોટી રાહત આપેલ છે. તેમજ ગ્રામીણ ક્ષેત્ર અને મેન્યુફકચરીંગના વિકાસને વેગ મળે અને ગરીબ તથા યુવા વિકાસ અને યુવા રોજગારી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરેલ છે.
આરોગ્ય ક્ષેત્રે જીવનરક્ષક લગભગ ૩૬ જેટલા દવાઓને ટેકસ મુકત કરેલ છે અને મેડીકલ એજયુકેશને પ્રોત્સાહન આપવા અભ્યાસ માટે વધુ સીટોની જરૂરીયાત ધ્યાને લીધેલ છે. તેમજ ઉડ્ડયન ક્ષેત્રે આગામી વર્ષોમાં ૧ર૦ નવા એરપોર્ટ બનાવી હરણફાળ ભરવા જઇ રહેલ છે. તેમજ ખેતીમાં રાસાયણીક ખાતરોની જરૂરિયાત માટે નવા પ્લાન્ટ ઊભા કરવા અને ૧૦૦ જેટલા જીલ્લામાં ધન ધાન્ય યોજનાનો અમલ કરી ગ્રામ અને ખેતી ક્ષેત્રને મહત્વ આપેલ છે. અને કિશાન ક્રેડીટ કાર્ડ પર વધુ લોન વગેરે બાબતોને આવરી ગ્રામ્ય રોજગારીની તકો ઊભી કરેલ છે.
કૃષિ, એન્જીન, ઇન્વેસ્ટમેન્ટ અને એકસપોર્ટ પર વિશેષ ધ્યાન અપાયું: ઉદય કાનગડ
વિધાનસભા-૬૮ રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં નાણામંત્રીશ્રી નિર્મલા સિતારામનજીએ રજુ કરેલ વચગાળાના કેન્દ્રીટ બજેટ ર૦રપ-ર૬ને આવકારી કેન્દ્રાની ભાજપ સરકારને અભિનંદન આપતા જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટ કરોડો દેશવાસીઓની આશા અને આકાંક્ષાઓની પરીપુર્તી કરનારૂ નીવડશે. ભારત-ર૦૪૭ના વિઝનને સાકાર કરવાની પ્રતિબધ્ધતાને વધુ વેગ અને ઉર્જા આપનારૂ છે. કેન્દ્રની ભાજપ સરકારે દરેક ઘરને વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને જનજનને બેંકીંગ સુવીધાઓ સાથે જોડવાનું કામ કર્યુ છે. કૃષી ક્ષેત્રે કરોડો ખેડુતોને મોટી ભેટ આપતા ક્રેડીટ કાર્ડની લીમીટ વધારીને ૩ લાખથી પાંચ લાખ કરવામાં આવી છે. ેતેમજ ‘ધન ધાન્ય યોજના' અંતર્ગત ૧.૭ કરોડ ખેડુતોને ફાયદો થયો છે. સીનીયર સીટીઝન માટે બજેટમાં મોટી જાહેરાત કરતા વ્યાજમાં છુટ આપવામાં આવી છે. અપડેટ આઇ.ટી.રીટર્ન ચાર વર્ષ સુધી ભરી શકાશે. કેન્દ્રીય બજેટ ગરીબ, યુવા, અન્નદાતા, નારીશકિત આધારીત વિકાસને વધુ ગતી આપવા આ બજેટમાં ચાર પાવર એન્જીન, કૃષિ, ઇન્વેસ્ટમેન્ટ અને એકસપોર્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હોવાનું જણાવી, ભારતને ત્રીજી મોટી આર્થિક મહાસતા બનાવવાના નિર્ધાર સાથે ‘આત્મનિર્ભર ભારત'ના મંત્રને સાકાર કરનારૂ નિવડશે એમ જણાવેલ હતું.
વિકસિત ભારત-ર૦ર૭ ની મજબૂત કેડી કંડારતું બજેટઃ વિનોદ પાનેલીયા
એડવોકેટ વિનોદ એ. પાનેલીયાએ જણાવેલ કે, કેન્દ્રિરય નાણામંત્રી શ્રી નિર્મલ સીતારામન દ્વારા સંસદમાં રજુ કરવામાં આવેલ બજેટમાં વિવિધ ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુે છે જેમાં પરમાાણું ઉર્જા મિશન માટે રૂા ર૦ હજાર કરોડ શહેરી ગરીબો માટે અર્બન ચેલેન્જ માટે રૂ. ૧ લાખ કરોડ, એ.આઇના સેન્ટર એફ એકસેલેન્સ માટે રૂ. પ૦૦ કરોડની જોગવાઇઓ સહિત કપાસનું ઉત્પાદન વધારી ટેક્ષટાઇલ ઉદ્યોગને મજબૂત બનાવવાનો પ્રયાસ કિશાન ક્રેડીટ કાર્ડની લોનની મર્યાદા રૂ પ લાખ તથા નાના ઉદ્યોગો માટે ખાસ ક્રેડીટ કાર્ડની યોજના સ્ટાર્ટપ માટે રૂ. ૧૦ હજાર કરોડની ફાળવણી અને ૩૬ જેટલી જીવનરક્ષક દવાઓમાં સૂપૂર્ણ કસ્ટમ ડયુટી નાબૂદ કરવાની જાહેરાત તથા આવકવેરા મર્યાદામાં વધારો કરી રૂ. ૧ર લાખ સુધીની કરવાની જાહેરાત ખૂબજ આવકાર્ય છે. આમ વિકસિત ભારત-ર૦૪૭ ની તરફ જવાનો પ્રયાસ છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
