તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 1st February 2025
બજેટમાં સાત પડોશી દેશોને અપાતી આર્થિક મદદ હેઠળ ૫૪૮૩ કરોડ રૂપિયાની ફાળવણી
અફઘાનિસ્તાનને ગયા વર્ષે ૨૦૦ કરોડને બદલે આ બજેટમાં ઘટાડીને ૧૦૦ કરોડ રૂપિયા: નેપાલ-બાંગ્લાદેશની આર્થિક સહાય યથાવત્, શ્રીલંકાની વધારાઈ:.ભૂતાનને આર્થિક સહાય હેઠળ ૨૧૫૦ કરોડ રૂપિયા અપાશે

નવી દિલ્હી : નાણાંમંત્રી નિર્મલાજીએ બજેટ રજૂ કરતી વખતે, સાત પડોશી દેશોને અપાતી આર્થિક મદદ હેઠળ ૫૪૮૩ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે ગયા બજેટ કરતાં થોડી ઓછી છે. અફઘાનિસ્તાનને ગયા વર્ષે ૨૦૦ કરોડને બદલે આ બજેટમાં ઘટાડીને ૧૦૦ કરોડ રૂપિયાની આર્થિક મદદ કરાશે. નેપાલ-બાંગ્લાદેશની આર્થિક સહાય યથાવત્ રાખી છે જયારે શ્રીલંકાની વધારાઈ છે .
ભૂતાનને આર્થિક સહાય હેઠળ ૨૧૫૦ કરોડ રૂપિયા આપવામાં આવશે. આ દેશને ગત વર્ષે ૨૦૬૮ કરોડ રૂપિયાની સહાય અપાઈ હતી. માલદીવને હવે ૪૦૦ કરોડના બદલે ૬૦૦ કરોડની સહાય અપાશે. પડોશી દેશ મ્યાનમારને ગત બજેટમાં ૨૫૦ કરોડની આર્થિક સહાય કરાઈ હતી, જે આ વર્ષે વધારીને ૩૫૦ કરોડ રૂ. કરાઈ છે.
(8:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
