<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st February 2025

રાહુલ ગાંધીએ સંસદમાં દિલ્હીના શેરી ફેરિયાઓના સમૂહ નેશનલ હોકર ફેડરેશન સાથે મુલાકાત કરી

રેંકડી ચાલકોએ કહ્યું પક્ષો તેને કચરો સમજે છે, પોલીસ મારપીટ કરે છે મ્યુનિસિપલ દ્વારા હેરાનગતિ કરી આજીવિકા છીનવવા પ્રયાસ કરાય છે

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે આજે સંસદમાં દિલ્હીના શેરી ફેરિયાઓના સમૂહ નેશનલ હોકર ફેડરેશન સાથે મુલાકાત કરી હતી. તેમની વાત સાંભળીને એક વાત નક્કી થઈ ગઈ કે ભાજપ અને આપ અમીરોની સરકાર છે. સડકના રેકડી ચાલકોનું  કહેવું હતું કે આ પક્ષો તેમને કચરો સમજે છે. પોલીસ દ્વારા મારપીટ, મ્યુનિસિપાલિટી દ્વારા અસહ્ય હેરાનગતિ કરી તેમની આજીવિકા છીનવી લેવાની કોશિશ પણ થાય છે. યુ પી એ શાસન સમયના સ્ટ્રીટ વેન્ડર એક્ટનો સંપૂર્ણ અમલ થાય તેવી તેમની ઈચ્છા છે


 

(10:53 PM IST)