News of Sunday, 2nd February 2025
મહાકુંભમાં નો વ્હીકલ ઝોન જાહેર : પોન્ટુન બ્રિજ ખુલ્લો મુકાયો: અમૃત સ્નાનને લઈને વહીવટીતંત્ર એક્શનમાં
વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન અંગે અધિકારીઓને સ્પષ્ટ સૂચના:ઝુંસી અને સંગમ વિસ્તારોમાં વધારાના પોલીસ દળોને પણ તૈનાત કરાયા

પ્રયાગરાજ મહાકુંભમાં 3 ફેબ્રુઆરીએ યોજાનાર વસંત પંચમીના ત્રીજા અમૃત સ્નાન અંગે અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. તેને ધ્યાનમાં રાખીને અને ભક્તોની ભીડને નિયંત્રિત કરવા માટે ટ્રાફિકમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સંગમ તરફ જતા દરેક રસ્તાને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. રવિવારે રાત્રે 10:00 વાગ્યા પછી કોઈપણ પ્રકારના વાહનો મેળા વિસ્તાર તરફ જશે નહીં.
પોલીસ અને વહીવટીતંત્રના વાહનોની અવરજવર માટે અલગ-અલગ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. સાથે જ શ્રદ્ધાળુઓ શક્ય તેટલા રૂટ પર મુસાફરી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પોન્ટૂન બ્રિજ પણ ધીમે ધીમે લોકોની અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
વસંત પંચમી સ્નાન દરમિયાન ભીડ એકઠી ન થવા દેવાની ફોર્મ્યુલાનો કડક અમલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, સંગમ વિસ્તારમાં સ્નાન પહેલાં કે પછી શ્રદ્ધાળુઓને ક્યાંય રોકવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્ર દ્વારા આવું કરવામાં આવી રહ્યું છે જેથી કરીને કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય. તમને જણાવી દઈએ કે મૌની અમાવસ્યાના દિવસે મોટાભાગના ભક્તો સંગમ નાકે રોકાયા હતા. જ્યારે ભીડ વધી, ત્યારે બેરિકેડ તોડી ભાગ દોડ થઈ હતી એને તેમાં અનેક લોકો કચડાયા હતા.
વૈભવ કૃષ્ણ, ડીઆઈજીએ કહ્યું કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મેળાના વિસ્તારમાં સુરક્ષા જવાનો વધારી દેવામાં આવ્યા છે. વસંત પંચમીના રોજ અમૃત સ્નાનના અંત સુધી તમામ અધિકારીઓ અને સૈનિકો તેમના સ્થાને હાજર રહેશે. સંગમ અને ઝુંસીમાં આવી ઘટનાઓ ન બને તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
