<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd February 2025

૨૦૦ નવી વંદે ભારત ટ્રેનો, ૧૦૦ અમૃત ભારત ટ્રેનો, ૫૦ નમો ભારત રેપિડ રેલ

જાણો બજેટમાં રેલવેને શું મળ્‍યું? ૧૭,૫૦૦ જનરલ નોન-એસી કોચ ઉમેરવામાં આવશે,અકસ્‍માતો ઘટાડવા માટે પગલાં લેવામાં આવશે

નવી દિલ્‍હી, તા.૩: નાણામંત્રી નિર્મલા સીતારમણે ભલે તેમના બજેટ ભાષણમાં ખુલ્લેઆમ રેલવેનો ઉલ્લેખ ન કર્યો હોય, પરંતુ આ વખતે બજેટમાં રેલવેને ૨.૫૨ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્‍યા છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્‍ણવે આ ફાળવણી અને બજેટને શાનદાર ગણાવ્‍યું અને કહ્યું કે આ રકમ ભારતીય રેલ્‍વે માટે મહત્‍વપૂર્ણ છે. રેલ્‍વે મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આગામી બે થી ત્રણ વર્ષમાં ૨૦૦ નવી વંદે ભારત ટ્રેનો, ૧૦૦ અમળત ભારત ટ્રેનો, ૫૦ નમો ભારત રેપિડ રેલ અને ૧૭,૫૦૦ જનરલ નોન-એસી કોચ ઉમેરવામાં આવશે.

આગામી નાણાકીય વર્ષ માટે રેલ્‍વે બજેટ ગયા વર્ષ જેટલું જ રાખવામાં આવ્‍યું છે, જેમાં રૂ.૨.૫૨ લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. જોકે, વધારાના બજેટ સંસાધનોમાંથી રૂ.૧૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેનો ઉપયોગ ખર્ચને પહોંચી વળવા અને રેલ્‍વેના આધુનિકીકરણ માટે કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે કુલ મૂડી ખર્ચ રૂ.૨.૬૨ લાખ કરોડ થશે.

રેલ્‍વે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે જણાવ્‍યું હતું કે ભારતીય રેલ્‍વે હવે તેના લક્ષ્યને -ાપ્ત કરવા તરફ કામ કરી રહી છે અને આ નાણાકીય વર્ષના અંત સુધીમાં તે ૧૬૦ કરોડ ટન માલનું વહન કરતું બીજું સૌથી મોટું માલવાહક નેટવર્ક બનશે. તેમણે એમ પણ કહ્યું કે ભારતીય રેલ્‍વે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં ૧૦૦ ટકા વીજળીકરણ પ્રાપ્ત કરશે. તે જ સમયે, ભારતીય રેલ્‍વેએ સસ્‍તી મુસાફરી માટે ૧૭,૫૦૦ નોન-એસી જનરલ અને સ્‍લીપર કોચ બનાવવાની યોજનાની જાહેરાત કરી.

ભારતીય રેલ્‍વેએ અમળત ભારત ટ્રેનોનો પણ ઉલ્લેખ કર્યો છે. જે ચેન્નાઈ સ્‍થિત ઇન્‍ટિગ્રલ કોચ ફેક્‍ટરી દ્વારા વિકસાવવામાં આવેલા નવી પેઢીના નોન-એસી ટ્રેન સેટ છે. સરકારે આવા ૧૦૦ ટ્રેન સેટ બનાવવાની વાત કરી છે. જેથી મુસાફરોને સસ્‍તી મુસાફરી મળી શકે.

અકસ્‍માતો ઘટાડવા માટે આ પગલાં લેવામાં આવશે, મુસાફરોની સલામતી પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીને, ભારતીય રેલ્‍વે આગામી પાંચ વર્ષમાં ત્‍ઘ્‍જ્‍ (ઇન્‍ટિગ્રલ કોચ ફેક્‍ટરી) કોચને સંપૂર્ણપણે ન્‍ણ્‍ગ્‍ (લિંક-હોફમેન-બુશ) કોચથી બદલવાની યોજના ધરાવે છે.

૧. વધુ સારા સલામતી ધોરણોઃ LHB કોચ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્‍યા છે કે અકસ્‍માતના કિસ્‍સામાં નુકસાન ઓછું થવાની અપેક્ષા છે.

૨. આ પરંપરાગત ICF કોચ કરતાં વધુ આરામદાયક છે. જેમાં આંચકો અને અવાજ ઓછો હોય છે.

૩. LHB કોચની જીવનરેખા લાંબી હોય છે. આને ઓછી જાળવણીની જરૂર પડે છે.

(11:51 AM IST)