<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

અયોધ્યાના ધોરણે શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં ભવ્ય મંદિરનો સંતોએ મહાકુંભમા સંકલ્પ કર્યો

મહાસંવાદ આંદોલનને ગતિ આપવાને માટે ૧૧ સભ્યોની સમિતિની રચના કરવા પર પણ સહમતી બની

 મહાકુંભ નગર: શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસ તરફથી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિને માટે મહાકુંભ ની ધરતી પર મહાસંવાદના શ્રીગણેશ થયા. શ્રી રુકિમણી વિદર્ભ પીઠના પીઠાધીશ્વર જગદગુરુ સ્વામી રાજેશ્વર માઉલી સરકારના પંડાલમાં શરૂ થયેલ મહાસંવાદ આંદોલનને ગતિ આપવાને માટે ૧૧ સભ્યોની સમિતિની રચના કરવા પર પણ સહમતી બની છે.

 

 સાધુ સંતોએ હિંદુ સમાજને જેમ બને તેમ જલ્દી મથુરામાં ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનો પણ ભરોસો આપ્યો છે. રામ મંદિરના ધોરણે મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણનું ભવ્ય મંદિર બનાવવાનો સંત સમાજે મહાકુંભમાં સેકટર-૧૬ માં સંકલ્પ કર્યો. સંત સમાજ તેમાં સહયોગ કરશે અને તેના નિર્માણને માટે ગામે-ગામે મહાસંવાદ કરાવવામાં આવશે. તેને માટે સામાન્ય નાગરિકોને આ આંદોલનમા જોડવામાં આવશે અને આંદોલનને જન આંદોલન બનાવવામાં આવશે.

(12:01 AM IST)