તા. ૧૦ એપ્રિલ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ચૈત્ર સુદ – ૧૩ ગુરૂવાર
News of Tuesday, 4th February 2025
મહાકુંભમાં સ્નાન કરી પરત ફરતા ગોધરાના 76 વર્ષીય વૃધ્ધાએ રસ્તામાં અંતિમ શ્વાસ લીધા
કુંભમેળા માંથી પરત ઘરે ફરતા સમયે વડોદરાથી ગોધરા તરફ ઈકો વાનમાં મુસાફરી દરમિયાન હંસાબેનનું અચાનક અવસાન થયું

પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સ્નાન કરીને પરત ફરતી વખતે એક માતાએ અંતિમ શ્વાસ લીધા હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોધરાના રહેવાસી કોમલબેન ઠાકર તેમના 76 વર્ષીય માતા હંસાબેન ઠાકરને કુંભ મેળામાં લઈ ગયા હતા, જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું.
મૃતક હંસાબેનની ઈચ્છા હતી કે એકવાર તેઓ કુંભમેળાની યાત્રા કરે અને માતા ની ઈચ્છા પૂર્ણ કરવા પુત્રી તેમને કુંભમેળામાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરાવવા લઇ ગઈ હતી જોકે કુંભમેળા માંથી પરત ઘરે ફરતા સમયે વડોદરાથી ગોધરા તરફ ઈકો વાનમાં મુસાફરી દરમિયાન માતા હંસાબેનનું અચાનક અવસાન થયું હતું.
ગુજરાત સહિત દેશભરમાંથી શ્રદ્ધાળુઓ હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં સ્નાન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ ઘટના એક દુર્લભ કિસ્સો બની રહી છે જ્યાં કુંભ સ્નાન કરીને પરત ફરતી વખતે કોઈ શ્રદ્ધાળુનું અવસાન થયું હોય. હંસાબેનના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ઘટના અંગે પુત્રી કોમલબેન ઠાકરે જણાવ્યું હતું કે માતા હંસાબેનને કુંભમેળામાં સ્નાન કરાવી ધાર્મિક યાત્રા કરાવી હતી અને તેઓ ટ્રેનમાં વડોદરા પરત ફર્યા હતા. વડોદરાથી ઇકો વાનમાં ગોધરા આવતી વખતે હંસાબેને ચા પીવાની ઇચ્છા વ્યકત કરતા રસ્તામાં તેમને ચા પીવડાવી હતી ત્યારબાદ તેઓ ઓમ નમ: શિવાય કહી સુઇ ગયા હતા. જોકે ગોધરા આવતા તેમને ઉઠાડતા તેઓ કાંઈ બોલ્યા ના હતા તેથી ડોકટર પાસે લઈ જતાં તેમને મૃત જાહેર કરાયા હતા. આઠ મહિના પહેલા તેમના પતિનું અવસાન થયું હતું
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
