News of Tuesday, 4th February 2025
દરરોજ ૫ લાખ મુસાફરો અને ૨૫૦ ટ્રેનોની થાય છે અવરજવર
નવી દિલ્હી રેલવે સ્ટેશને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

નવી દિલ્હી, તા.૪: જો તમે પણ ટ્રેનમાં મુસાફરી કરો છો, આપને રેલવે સ્ટેશનની ભીડ અને ત્યાંના સિગ્નલિંગ સિસ્ટમની ખબર હશે. ભારતમાં રેલવે સૌથી સસ્તી અને આરામદાયક યાત્રા સાધન છે. તેમાં દરરોજ લાખો લોકો ટ્રેનમાંથી મુસાફરી કરે છે, પણ શું આપે ક્યારેય વિચાર્યું છે કે, આટલી બધી ટ્રેનોને એકસાથે કેવી રીતે સંભાળી શકાય? તેની પાછળ એક જબરદસ્ત ટેકનિક કામ કરે છે. જેને રુટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ કહેવાય છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન આ મામલામાં દુનિયામાં સૌથી આગળ છે.
નવી દિલ્હી રેલવે સ્ટેશને દુનિયાના સૌથી મોટા રુટ રિલે ઇન્ટરલોકિંગ સિસ્ટમ બની ગયું છે. આ રેકોર્ડ ૧૯૯૯થી આજ સુધી બનેલો અને અત્યાર સુધીમાં તેને કોઈ તોડી શક્યું નથી. આ સ્ટેશન પર ૧૧,૦૦૦થી વધારે રિલે લાગેલી છે. જે ૧૧૨૨ અલગ અલગ સિગ્નલ મૂવમેન્ટને સંભાળે છે. આ સિસ્ટમ આ ખાતરી કરે છે કે કોઈ પણ ટ્રેન ખોટા ટ્રેક પર ન જાય અને કોઈ દુર્ઘટના ન થાય. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં આ સ્ટેશન પોતાની આ ખાસિયતના કારણે નોંધાયું છે.
આજથી લગભગ ૭૦ વર્ષ પહેલા દિલ્હીનું મુખ્ય રેલવે સ્ટેશન જૂની દિલ્હી થતું. પણ જેમ જેમ ટ્રેન વધવા લાગી, યાત્રીઓની ભીડ પણ વધવા લાગી, આ જ કારણે ૧૯૫૬માં નવી દિલ્હી રેલવે સ્ટેશન બનાવ્યું. તે સમયે અહીં ફક્ત એક જ પ્લેટફોર્મ હતું. આ ભારતનું પ્રથમ સ્ટેશન હતું, જ્યાં તમામ યાત્રીઓને એક જેવો પ્રવેશ અને નિકાસ ગેટ રાખવામાં આવ્યો હતો. પહેલાના સમયમાં આ ફક્ત મોટા લોકો જ ટ્રેનોમાં મુસાફરી કરતા હતા, પણ આ સ્ટેશને સામાન્ય લોકોની યાત્રાને પણ સુગમ બનાવી દીધી.
નવી દિલ્હી રેલવે સ્ટેશન શરૂઆતમાં નાનું હતું, પણ જેમ જેમ ટ્રેનોની સંખ્યા વધી, તેને મોટું બનાવી દીધું. ૧૯૮૦ સુધી અહીં ૭ પ્લેટફોર્મ હતા, બાદમાં ૧૯૯૫માં તેની સંખ્યા ૧૦ કરી દેવામાં આવી અને ૨૦૧૦માં તેમાં મોટો ફેરફાર કરતા ૧૬ પ્લેટફોર્મ બનાવી દીધા. આ દરમ્યાન સ્ટેશનના અજમેરી ગેટને પણ નવું રૂપ આપવામાં આવ્યું અને તેમાં દિલ્હી મેટ્રો જોડી દેવામાં આવી. હવે અહીંથી સીધા મેટ્રો પકડીને શહેરના કોઈ પણ ખૂણે જઈ શકાય છે.
નવી દિલ્હી રેલવે સ્ટેશન ભારતનું સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંથી એક છે. અહીં દરરોજ ૫ લાખથી વધારે મુસાફરો અવર જવર કરે છે અને તહેવારના દિવસોમાં તે ૬ લાખ સુધી આંકડો પહોંચે છે. અહીં ૨૫૦થી વધારે ટ્રેનો દરરોજ આવે છે. આ સ્ટેશનના કારણે લાખો લોકો પોતાનું ઘર અને કામની જગ્યાએ આસાનીથી પહોંચી શકે છે
(11:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
