<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th February 2025

પીએમ મોદી કાલે પ્રયાગરાજ જશેઃ મહાકુંભમાં પવિત્ર સ્‍નાન કરશે

વડાપ્રધાન મોદી ૫ ફેબ્રુઆરીએ સવારે લગભગ ૧૦ વાગ્‍યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે, તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે, જ્‍યાંથી તેઓ ૧૦.૪૫ વાગ્‍યે અરિયલ ઘાટ જશે, તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે

નવી દિલ્‍હી, તા.૪: પ્રધાનમંત્રી મોદી ૫ ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે આવશે. આ સમય દરમિયાન, પ્રધાનમંત્રી મોદી સંગમમાં પવિત્ર તાાન કરશે.

પીએમ મોદી ૫ ફેબ્રુઆરીએ સવારે લગભગ ૧૦ વાગ્‍યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. તેઓ પ્રયાગરાજ એરપોર્ટથી DPS હેલિપેડ પહોંચશે, જ્‍યાંથી તેઓ ૧૦.૪૫ વાગ્‍યે અરિયલ ઘાટ જશે. તેઓ અરિયલ ઘાટ પર બોટ દ્વારા મહાકુંભ પહોંચશે.

તેઓ સવારે ૧૧ વાગ્‍યે પ્રયાગરાજના સંગમમાં પવિત્ર તાાન કરશે. મહાકુંભ મેળામાં સવારે ૧૧ થી ૧૧.૩૦ વાગ્‍યાનો સમય પ્રધાનમંત્રી માટે અનામત રાખવામાં આવ્‍યો છે. પવિત્ર તાાન પછી, પીએમ મોદી ૧૧.૪૫ વાગ્‍યે બોટ દ્વારા અરિયલ ઘાટ પરત ફરશે.

અહીંથી તેઓ DPS હેલિપેડ થઈને પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદી બપોરે ૧૨.૩૦ વાગ્‍યે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી પરત ફરશે.(રર.૭)

(11:02 AM IST)