<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th February 2025

પીએમ મોદીએ મહાકુંભમાં પહોંચ્યા : સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી;સીએમ યોગી આદિત્યનાથ પણ સાથે હાજર:જુઓ વિડિઓ

જેટી પર ઉભા રહીને પીએમ મોદીએ માતા ગંગાને વંદન કર્યા અને આચમન પછી ડૂબકી લગાવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે તેમણે મહાકુંભમાં પવિત્ર સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ દરમિયાન તે માતા ગંગાની પૂજા કરશે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર છે.

  પીએમ મોદીની પ્રયાગરાજ મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પીએમ મોદીની સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક અને રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પણ હાજર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ ભગવા રંગના કપડા પહેર્યા છે. તેના ગળામાં અને હાથમાં રુદ્રાક્ષની માળા છે. તેમણે મંત્રોચ્ચાર વચ્ચે સંગમમાં ડૂબકી લગાવી હતી.

મોદીનું વિમાન બમરૌલી એરપોર્ટ પહોંચ્યું. અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ, સીએમ યોગી, બંને ડેપ્યુટી સીએમએ સ્વાગત કર્યું હતું. પીએમ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા ડીપીએસ હેલિપેડ પહોંચ્યા હતા. અહીંથી તેમનો કાફલો અરેલના વીઆઈપી ઘાટ પહોંચ્યો હતો. ત્યાંથી બોટ દ્વારા સંગમ પહોંચ્યા. પીએમ મોદી મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચી ગયા છે. મહાકુંભમાં અત્યાર સુધીમાં 38.29 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું છે. બુધવારે અત્યાર સુધીમાં 47.30 લાખ ભક્તોએ સ્નાન કર્યું છે.

(12:44 PM IST)