News of Wednesday, 5th February 2025
સોનામાં એકધારી તેજી : વધુ ૮૦૦ રૂા.નો ઉછાળા સાથે ભાવ ૮૬,૮૦૦ રૂા.ની નવી ટોચે
ચાંદીમાં પણ તેજીનો ચળકાટ : ૧પ૦૦ રૂા. વધતા ભાવ ૯૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ, તા., પ : સોનામાં એકધારી તેજીના દોરના પગલે સોનાના ભાવમાં રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે વધુ ૮૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ૮૬,૮૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી છે. ચાંદીમાં પણ તેજીનો ચળકાટથી ભાવ ૯૮,૦૦૦ રૂા. થયા છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૮૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે રાત્રે સોનું સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૮૬,૦૦૦ રૂા. હતાં તે ૮૦૦ રૂા. વધીને ૮૬,૮૦૦ ની નવી ઐતિહાસીક સપાટી બનાવી છે. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૮૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૮,૬૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૮,૬૮,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧પ૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૬,પ૦૦ રૂા. હતા તે વધીને ૯૮,૦૦૦ રૂા. ની સપાટીએ ભાવ પહોચ્યો છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
